મીરપુર,
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન-ડે સિરીઝ રમાઈ છે. જેમાં આજે બીજી મેચ મીરપુરમાં રમાઈ છે. આ મેચ દરમિયાન ભારતીય સુકાની રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો આથી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ફિલ્ડિંગ કરતી વખતે અંગૂઠામાં ઈજા પહોંચી હતી. આના કારણે તેમને હાલ સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીસીસીઆઇની મેડિકલ ટીમ પણ તેમની સતત દેખરેખ હેઠળ છે. ૧.૪ ઓવરે સિરાજની બોલિંગમાં સ્લિપમાં અનામુલ હકનો કેચ કરતી વખતે અંગૂઠામાં બોલ વાગ્યો હતો.