મુંબઇ,
અનિલ કપુરની ફિલ્મ નાયક તો તમને યાદ હશે જ તેમાં અનિલ કપુરને એક દિવસના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે અને તે માત્ર ૨૪ કલાકમાં સમગ્ર રાજયની ગંદકી,ભ્રષ્ટ્રાચાર ખત્મ કરી દે છે.માત્ર એક દિવસમાં તે રાજયનો નાયક બની જાય છે શું કંઇક આવી જ સ્ટાઇલમાં કોઇ દેશના ક્રિકેટથી જોડાયેલ ગડબડીને ખત્મ કરી શકાય છે.સવાલ ફિલ્મી જરૂર છે પરંતુ આજની તારીખમાં મોજુદ છે.આ સવાલને પ્રાસંગિક બનાવ્યો છે બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના સુકાની અને સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને.શાકિબને નાયક ફિલ્મથી કંઇ ખાસ કરવાની પ્રેરણા મળી છે. શાકિબ નાયકની ફિલ્મી અવતારમાં સામે આવી બાંગ્લાદેશ ક્રિકેટની પુરી સફાઇ કરવાનો દાવો કરી રહ્યો છે.
બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ની માર્કેટિગમાં નિષ્ફળ રહેવા પર પોતાના દેશના ક્રિકેટ બોર્ડની કડક ટીકા કરતા બોલીવુડ ફિલ્મ નાયકનો ઉલ્લેખ કર્યો.આ ફિલ્મમાં શિવાજી રાવની ભૂમિકા નિભાવી રહેલ અભિનેતા અનિલ કપુરને એક રાજયના મુખ્યમંત્રી એક દિવસ માટે રાજય ચલાવવા અને તેની સામે આવનાર મુશ્કેલીઓનો ઉકેલ કરવાનો પડકાર આપવામાં આવે.
શાકિબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જો તેને બીપીએલ સીઇઓ(મુખ્ય કાર્યકારી અધિકારી), બનાવાય તો મને બધુ યોગ્ય કરવામાં એક અથવા બે મહીના લાગશે.તમે નાયક ફિલ્મ જોઇ છે. જો તમે કંઇક કરવા ઇચ્છો છો તો તમે એક દિવસમાં કરી શકો છો.
બાંગ્લાદેશની ઓલરાઉન્ડરે આગળ કહ્યું કે હું ખેલાડીના ડ્રાફટ અને હરાજી સમય પર કરીશ અને ખાલી સમય દરમિયાન બીપીએલ આયોજીત કરીશ અમારી પાસે તમામ આધુનિક ટેકનીક હશે ધરેલુ અને વિદેશો માટે સારૂ બ્રોડકાસ્ટર હશે.
બીસીબી ૨૦૧૨માં છ ફ્રેચાઇઝી ટીમોની સાથે ધરેલુ ટી ટવેન્ટી લીગ બીપીએલ શરૂ કરી હતી હવે તેમાં ટીમોની સંખ્યા સાત થઇ ગઇ છે.બીપીએલમાં સૌથીવધુ વિકેટ લેનાર શાકિબે દાવો કર્યો કે બીસીબીએ કયારેય પણ ટુર્નામેન્ટને લોકપ્રિય બનાવવાનો કોઇ ઇરાદો બતાવ્યો નથી તેમણે કહ્યું કે હું બીપીએલના સ્તરની બાબતમાં જાણતા નથી એ કહેવુ મુશ્કેલ છે કે અમે તેને સફળ બનાવી શકતા નથી અથવા તો આમ કરવા જ માંગતા નથી બેશક શાકિબના ઇરાદા નેક છે. તેમના દેશમાં ક્રિકેટની સ્થિતિ સારા થાય તો તેનાથી સમગ્ર વિશ્ર્વ ક્રિકેટનો વિકાસ થશે પરંતુ આ શિવાજી રાવ વાળી ફિલ્મી સ્ટાઇલમા તે સફળ રહેશે કે નહીં તે કહેવુ મુશ્કેલ છે.