ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી દીધી છે. આ સાથે દેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને પણ મુક્ત કરવામાં આવી છે. મંગળવારે બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બપોરે ૩ વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશના વડા પ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડ્યા પછી સર્જાયેલી અરાજક્તા વચ્ચે દેશભરમાં હિંસાની ઘટનાઓમાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે. ઘણા સમાચાર અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે.
ભારત બાંગ્લાદેશમાં લઘુમતીઓ અંગેની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તેના રાજદ્વારી મિશન દ્વારા ત્યાંના ભારતીય સમુદાય સાથે નજીક અને સતત સંપર્કમાં છે. રાજ્યસભામાં એક નિવેદનમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની “અત્યંત ટૂંકી સૂચના” પર “હાલ માટે” ભારતની મુલાકાત લેવાની વિનંતી વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પડોશી દેશમાં આ જટિલ અને હજુ પણ અસ્થિર પરિસ્થિતિને યાનમાં રાખીને ભારતે તેના સીમા સુરક્ષા દળોને અત્યંત સતર્ક રહેવા સૂચના આપી છે.
જયશંકરે કહ્યું, સેનાના વડા જનરલ વકાર-ઉઝ-ઝમાને ૫ ઓગસ્ટે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને જવાબદારી સ્વીકારવા અને વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી. અમે અમારા રાજદ્વારી મિશન દ્વારા બાંગ્લાદેશમાં ભારતીય સમુદાય સાથે ગાઢ અને સતત સંપર્ક જાળવીએ છીએ. હું અહીં છું. તેમણે કહ્યું કે ભારત લઘુમતીઓની સ્થિતિને લઈને પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતના બાંગ્લાદેશ સાથે દાયકાઓથી ગાઢ સંબંધો છે, ત્યાંની સ્થિતિએ અહીં પણ ચિંતા વધારી છે. તેમણે કહ્યું કે ત્યાંની સ્થિતિ જૂનથી બગડવાની શરૂઆત થઈ હતી અને આ ટ્રેન્ડ અત્યાર સુધી ચાલુ છે. તેમણે કહ્યું કે પાડોશી દેશમાં જે કંઈ પણ થયું, એક મુદ્દાનો એજન્ડા એ હતો કે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવું જોઈએ. તેમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ બાંગ્લાદેશમાં હિંસા અને અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.