મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જનતાની અદાલત સૌથી મોટી છે. બાંગ્લાદેશમાં જનતાની અદાલતનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાંની ઘટનાએ સમગ્ર વિશ્ર્વને સંદેશ આપ્યો છે કે જનતા સર્વોપરી છે. સરકારે લોકોની ધીરજની ક્સોટી ન કરવી જોઈએ.ઉદ્ધવે કહ્યું કે જો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કરવી જોઈએ. બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. ભારતે જ બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપના લોકો કહેતા હતા કે વડાપ્રધાન મોદી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકી શકે છે. ત્યારે મોદીએ બાંગ્લાદેશમાં પણ આવા જ પગલા ભરવા જોઈએ. જો તેઓ મણિપુર ન જઈ શક્યા, તો પણ તેમણે બાંગ્લાદેશ જવું જોઈએ.ઉદ્ધવે વધુમાં કહ્યું કે આપણે જોવું પડશે કે અન્ય દેશોમાં શું થઈ રહ્યું છે. ઇઝરાયલ અને શ્રીલંકામાં સરખો વિરોધ જોવા મળ્યો હતો. ઉદ્ધવે સરકારને ઇઝરાયલ, શ્રીલંકા, બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે તેના પર યાન આપવા જણાવ્યું હતું..
ઉદ્ધવ ઠાકરે ૬ ઓગસ્ટથી દિલ્હીની ૩ દિવસની મુલાકાતે છે. તેઓ દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને મળશે. તેઓ મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભવિષ્યની રણનીતિ અંગે પણ ચર્ચા કરશે. લોક્સભા ચૂંટણી બાદ ઉદ્ધવની આ પહેલી દિલ્હી મુલાકાત છે.પાર્ટીના પ્રવક્તા સાંસદ સંજય રાઉતે મંગળવારે (૫ ઓગસ્ટ) કહ્યું હતું કે આ એક સંવાદ મુલાકાત છે. ઉદ્ધવ કોંગ્રેસ, આપ ટીએમસી અને સપાના નેતાઓને મળશે. તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાને પણ મળશે.
મહારાષ્ટ્રમાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી એસપી) મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનમાં છે. આ ત્રણેય પક્ષો પણ ઈન્ડિયા બ્લોકનો ભાગ છે. આ સિવાય આપ પણ બ્લોકમાં સામેલ છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉદ્ધવ ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષોના નેતાઓ સાથે બેઠક વહેંચણી પર ચર્ચા કરી શકે છે. આ પક્ષોએ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પણ સાથે મળીને લડી હતી અને પોતાની વચ્ચે સીટોની વહેંચણી કરી હતી.
મહારાષ્ટ્રમાં હાલમાં ભાજપ-શિવસેના (શિંદે જૂથ)ની સરકાર છે. તેનો કાર્યકાળ ૮ નવેમ્બર ૨૦૨૪ ના રોજ પુરો થાય છે. ઓક્ટોબર ૨૦૨૪માં ચૂંટણી યોજાઈ શકે છે. ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ભાજપ ૧૦૬ ધારાસભ્યો સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની. મુખ્યમંત્રી પદ બાબતે શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન ચાલી શક્યું નથી. શિવસેનાએ ૫૬ ધારાસભ્યો સાથે કોંગ્રેસ સાથે ૪૪ ધારાસભ્યો અને એનસીપીએ ૫૩ ધારાસભ્યો સાથે મહાવિકાસ અઘાડી બનાવીને સરકાર બનાવી છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. મે ૨૦૨૨માં, મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ૩૯ ધારાસભ્યો સાથે બળવો કર્યો. તેઓ ભાજપમાં જોડાયા હતા. ૩૦ જૂન, ૨૦૨૨ના રોજ, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના ૨૦મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે શિવસેના પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથ શિંદે જૂથનો અને બીજો ઉદ્ધવ જૂથનો બનેલો હતો. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ, ચૂંટણી પંચે આદેશ આપ્યો કે પાર્ટીનું નામ ’શિવસેના’-