બાંગ્લાદેશમાં ફરી હિન્દુઓ ’નિશાન’: મકાનો – મંદિર – સ્મશાનમાં તોડફોડ – આગજની

બાંગ્લાદેશમાં ભયાનક હિંસા તથા રાજકીય ઉથલપાથલ બાદ માંડ હાલત સ્થિર થવા લાગી હતી ત્યાં ફરી કટ્ટરવાદીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા હતા. હિન્દુઓના મકાનોમાં તોડફોડ આગજની ઉપરાંત મંદિરોની મુત ફેંકી દેવા ગૌશાળામાં લુંટફાટ તથા સ્મશાન ઘાટમાં તોડફોડ જેવી શ્રેણીબદ્ધ ઘટનાઓથી હિન્દુઓમાં ફરી ભયનો માહોલ સર્જાયો છે.

બાંગ્લાદેશમાં નવી કાર્યવાહક સરકારનાં વડાએ હિન્દૂઓની સલામતીની બાહેંધરી આપ્યા પછી પણ હિંસાના સિલસિલાથી ખળભળાટ છે. હિંસા રાજકીય ઉથલપાથલનો ભોગ બનેલા રાષ્ટ્રમાં હિન્દુઓ પર હુમલા હિંસાનો નવો દોર શરૂ થયો હોય તેમ ધામક કટ્ટરવાદીઓએ આતંક સર્જયો હતો.ઠાકુરગાંવના દેવીગંજમાં કટ્ટરવાદી તોફાનીઓએ હિન્દુઓનાં ૧૫ ઘર સળગાવી નાખ્યા હતા.

ઉપરાંત મંદિરોમાં તોડફોડ કરીને મૂતઓ બહાર ફેંકી દીધી હતી. ગૌશાળાને નિશાન બનાવીને લુંટફાટ આચરવામાં આવી હતી. ઉપરાંત હિન્દુઓનાં સ્મશાનને ટારગેટ કરીને કચ્ચરઘાણ વાળવામાં આવ્યો હતો. તેને પગલે ફરી વખત ભયનો માહોલ ઉભો થયો છે.

સુત્રોના કહેવા પ્રમાણે કટ્ટરવાદીઓએ હિન્દુ વિરોધી ફરમાન કર્યુ છે.મુસ્લીમ બહુમતી ધરાવતા ગામડાઓમાં હિન્દુઓને ડીજે-સંગીત વગાડવા પર પ્રતિબંધ મુક્તો ફતવો જારી કરવામાં આવ્યો છે. અન્યથા ગંભીર પરીણામ ભોગવવાની ચેતવણી આપવામાં આવી છે.

બીજી તરફ ગત ૫મી ઓગસ્ટના બળવા બાદ બાંગ્લાદેશમાંથી હિન્દુઓની હકાલપટ્ટી કરવાની ચળવળ શરૂ થઈ છે.જમાત-એ ઈસ્લામી નામના સંગઠન તથા વિપક્ષી નેશનલીસ્ટ પાર્ટીનાં ખાનગી સંદેશા ટેલીગ્રામ પર લીક થયા છે.તેમાં સરકારી નોકરીમાંથી હિન્દુઓને હાંકી કાઢવા તથા દેશમાંથી ભગાડી મુકવા સુચવવામાં આવી રહયું છે.

તેઓ વિરૂદ્ધ કાવતરાના ગુના દાખલ કરવા તથા વિવિધ રીતે નિશાન બનાવવા પણ ઉશ્કેરણી કરવામાં આવી હતી.આ પ્રકારનાં ઉશ્કેરાટ સર્જતા સંદેશાઓના ભાગરૂપે યુનિવર્સીટીમાંથી વીસી-પ્રોફેસરોનાં બળજબરીપૂર્વક રાજીનામાં લેવાય રહ્યાના નિર્દેશ છે.

જમાત-એ-ઈસ્લામ તથા વિપક્ષી પાર્ટીનાં લીક થયેલા સંદેશાઓમાં ભારતીયોને પદ્ધતિસર નબળા કરવા તથા દેશમાંથી હિન્દૂઓને ભગાડવા કહેવામાં આવી રહ્યું છે. એક સંદેશામાં એમ કહેવાયું છે કે, બાંગ્લાદેશને હિન્દુ-મુક્ત બનાવવુ હોય તો સરકારી કચેરીઓમાંથી તેમને હટાવવા પડશે અને મુસ્લીમોને તે પદ સોંપવા પડશે. હિન્દુઓ નબળા પડશે તો જ દેશ છોડશે. આ દિશામાં કાર્યવાહી શરૂ ક્રી દેવામાં આવી જ છે.

બાંગ્લાદેશમાં હિન્દુ હિંસા બાદ રસ્તા પર ઉતરીને મોરચો કાઢનારા ફરી વખત આવી હિંમત ન કરે તે પ્રકારે શબક શીખડાવવા પણ ઉશ્કેરણી સર્જતો મેસેજ લીક થયો હતો.