બાંગ્લાદેશમાં બે ટ્રેન આમને-સામને અથડાઈ, ૧૫ લોકોના મોત નિપજયાં

ઢાકા: બાંગ્લાદેશમાં એક મોટી ટ્રેન (Bangladesh Train Accident) દુર્ઘટના સામે આવી છે. બાંગ્લાદેશમાં સોમવારે બે ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત જોવા મળ્યો હતો. જેમાં 15 લોકોના મોત થઈ ગયા છે અને અસંખ્ય લોકો ઘાયલ પણ થયા છે. પોલીસનું કહેવું છે કે, મરનારા લોકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. આ ટ્રેન દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે રાજધાની ઢાકાથી લગભગ 80 કિમી દૂર ભૈરવમાં એક પેસેન્જર ટ્રેન એક માલગાડી ટ્રેન સાથે અથડાઈ અને ડબ્બાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે કહ્યું કે, મરનારા લોકોની સંખ્યા વધી શકે છે. કારણ કે બચાવ અભિયાન હાલમાં ચાલી રહ્યું છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બાંગ્લાદેશી મીડિયાનું માનીએ તો, મરનારા લોકોની સંખ્યા 20ને પાર પહોંચી ગઈ છે.

આ ભીષણ રેલ દુર્ઘટના બાદ ફાયર વિભાગ અને બચાવ કર્મી પહોંચી ચુક્યા છે અને રાહત અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે કહ્યું કે, મરનારા લોકોની સંખ્યા વધી શકે છે કેમ કે બચાવ અભિયાન હજુ ચાલું છે.

તો વળી બાંગ્લાદેશી ટીવી ચેનલના જણાવ્યા અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં મરનારા લોકોની સંખ્યા 20 થઈ ગઈ છે. ભૈરવ રેલવે પોલીસ સ્ટેશનના પ્રભારી મોહમ્મદ આલિમ હુસૈન શિકદરે કહ્યું કે, ઢાકા જતી પેસેન્જર ટ્રેન ઈગારોસિન્દુર એક્સપ્રેસ ગોધુલી અને કિશોરગંજ જતી માલગાડી વચ્ચે દુર્ઘટના સોમવારે બપોરે લગભગ 3.30 કલાકે ભૈરવ રેલવે સ્ટેશનના બહારના વિસ્તારમાં થઈ હતી.