બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો અને કેટલાય મામલે દોષી ઠેરવાયા બાદથી પોતાના ઘરમાં નજરકેદ ખાલિદા ઝિયાના છૂટકારાનો આદેશ પણ આવી ગયો. જો તમે બાંગ્લાદેશમાં બનેલી તમામ ઘટનાઓની કડીઓ જોડશો તો જોશો કે આ બધું જ કોઈ નક્કી પટકથાના હિસાબે થયું છે. એટલા માટે શેખ હસીના સરકારનું જવું અને ખાલિદા ઝિયાનું કેદમાંથી બહાર આવવું ભારત માટે ચિંતાજનક સમાચાર છે.
પહેલાં જ ડુરાન્ડ લાઇનના નામે મશહૂર ભારત અને અફઘાનિસ્તાન સીમા તથા પાકિસ્તાન અને ચીન સાથે જોડાતી સરહદો પર હાલત તણાવપૂર્ણ બનેલા છે અને હવે બાંગ્લાદેશ સાથે જોડાતી સીમાઓ પર પણ સુરક્ષા હાલત પડકારજનક થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં જે ઘટનાક્રમ બન્યો છે જો તેને તમે ભારતના પરિપ્રે-યમાં જોશો તો જોવા મળશે કે આપણને ઘેરવા માટે ચીન અને પાકિસ્તાન જે પ્રયાસ લાંબા અરસાથી કરી રહ્યું હતું તેમાં તે થોડી હદે સફળ થઈ ગયા છે.
અસલમાં વિકસિત ભારતના લ-યને હાંસલ કરવા માટે દિવસ-રાત આકરી મહેનત કરતું અને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધતું ભારત આપણા દુશ્મનોને કઠી રહ્યું છે. તેથી ભારતમાં અશાંતિ ફેલાવા માટે કેટલાય પ્રયાસ કરવામાં આવે છે. દુશ્મનોને લાગે છે કે ભારતે આતંક અને ઉગ્રવાદ પર કાબૂ મેળવવામાં જે સફળતા મેળવી છે તેને કેવી રીતે નિષ્ફળકરવી. તેના માટે તે તમામ ગતકડાં અપનાવતું રહે છે અને સીધી લડાઈથી બચીને છૂપાહુમલા કરવા માગે છે.
દુશ્મનને જમ્મુ-કાશ્મીરની શાંતિ અને પૂર્વોત્તર ક્ષેત્રની પ્રગતિ ગળે નથી ઉતરતી. દુશ્મનોએ જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંક અને ઉગ્રવાદને હવા આપવા માટે તથા ભારતને એ દંશ સામ ઝઝૂમવા માટે જે આકરી મહેનત કરી હતી એના પર પાછલાં દસ વર્ષોમાં પાણી ફરી ગયું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકી કમાન્ડરો અને અલગતાવાદીઓનો સફાયો થઈ ચૂક્યો છે. પૂર્વોત્તર ક્ષેત્ર પણ અપેક્ષાકૃત શાંત થઈ ગયું છે. ત્યાંના કેટલાય ઉગ્રવાદી સંગઠનો સરકાર સાથે સમજૂતી કરીને મુખ્યધારામાં જોડાઈ ગયા છે. ઉગ્રવાદી અને આતંકી સંગઠનોને મળનારા ટેરર ફંડિંગ પર પણ રોક લાગી ગઈ છે. દેખીતું છે કે આ બધું પાકિસ્તાન અને ચીનને કઠી રહ્યું હતું. ખાસ કરીને શેખ હસીનાના કાર્યકાળમાં જે રીતે બાંગ્લાદેશ સરકાર ભારતને પ્રાથમિક્તા આપતી હતી તેનાથી પણ ચીન નાખુશ રહેતું હતું. એવામાં ચીન એ લાગમાં હતું કે કેવી રીતે આ સ્થિતિને બદલવામાં આવે. ચીનને પરેશાન જોઇ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ મદદ માટે પ્રસ્તાવ મૂક્યો અને પછી યોજનાબદ્ઘ રીતે ચીજો આગળ વધારવામાં આવી.
કહેવાય છેકે હાલના દિવસોમાં બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી છાત્ર શિબિર (આઇસીએસ)ને પાકિસ્તાનમાં કામ કરી રહેલી કેટલીક ચીની કંપનીઓ તરફથી ફંડિંગ પણ આપવામાં આવ્યું હતું. આ પૈસાનો ઉપયોગ બાંગ્લાદેશ સરકાર વિરુદ્ઘ જનભાવનાઓ ભડકાવવા અને છાત્રોનું આંદોલન ઊભું કરવા કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ચીન અને આઇએસઆઇની મિલીભગતથી એ નક્કી કરવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને ગબડાવવા માટે શું-શું કરવાનું છે.
ઇસ્લામી છાત્ર શિબિર આઇએસઆઇના બહુ નજીકના મનાતા દેવબંદી આતંકી સમૂહ હરક્ત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી (હુજી) સાથે કામ કરી રહ્યું હતું. એમ પણ કહેવાય છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓ લાંબા સમયથી ઇસ્લામી છાત્ર શિબિરની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી, કારણ કે તેમને ખબર પડી હતી કે ભારત વિરોધી એજન્ડા આગળ વધારવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે. ઇસ્લામી છાત્ર શિબિરના કેટલાક સદસ્યોને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પ્રશિક્ષણ અપાયું હોવાનું પણ ચર્ચાય છેે.
આ સંબંધે કેટલાક વીડિયો પણ હાલના દિવસોમાં ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓના હાથમાં આવ્યા હતા. આ બધાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે બાંગ્લાદેશમાં પણ અફઘાનિસ્તાનના તાલિબાન જેવી સરકાર બનાવી સકાય. આ સંબંધે આઇએસઆઇએ સંપૂર્ણ મદદ અને સમર્થનનો ભરોસો પણ ઇસ્લામી છાત્ર શિબિરને આપ્યો હતો. આ તમામ સમૂહો ઇચ્છતા હતા કે દિવસે દિવસે જે રીતે ભારત અને બાંગ્લાદેશના સંબંધો ગાઢ થતા જાય છે તેને નુક્સાન પહોંચાડી શકાય. ચીન પણ જોઈ રહ્યું હતું કે જે રીતે બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના વિભિન્ન મુદ્દે ચીનને પ્રાથમિક્તા આપવાને બદલે ભારત સાથે ઊભાં થઈ જાય છે એ સ્થિતિથી ત્યારે જ છૂટકારો મળી શકશે જ્યારે બાંગ્લાદેશમાં પાકિસ્તાન સમર્થિત સરકાર બને.