બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારી શરૂ? રાજ્યપાલે અમિત શાહને મળવા માંગ્યો સમય

કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં ઘણા દિવસોથી સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ ઘટના બાદ રાજ્યની મમતા સરકારને વિપક્ષની સાથે તેના જ લોકો દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. આજે પણ આ મુદ્દે દિલ્હીમાં તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ બળાત્કાર અને હત્યા બાદ આરજી કાર હોસ્પિટલમાં તોડફોડના કેસમાં સતત ધરપકડ કરવામાં આવી રહી છે. તોડફોડના આ કેસમાં વધુ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૩૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે સમય માંગ્યો છે. સમય મળતાં જ તેઓ દિલ્હી જશે. રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કહ્યું, બંગાળ મહિલાઓ માટે સુરક્ષિત સ્થળ નથી. બંગાળ મહિલાઓને નિરાશ કરી ચુક્યું છે. સમાજ નહીં, પરંતુ વર્તમાન સરકારે તેની મહિલાઓને નિરાશ કરી છે. બંગાળને તેના પ્રાચીન વૈભવમાં પાછું લાવવું જોઈશે, જ્યાં મહિલાઓનું સમાજમાં સન્માનજનક સ્થાન હતું. મહિલાઓ હવે ગુંડાઓથી ડરે છે. સરકારઆ મુદ્દા પ્રત્યે સંવેદનહીન છે અને સમાજમાં ડરબુ વાતાવરણ સર્જાયું છે.