- ૧૬ વર્ષ પહેલાની ભૂખ હડતાલને યાદ કરી.
કોલકતા,
ભારતની રાજધાની દિલ્લીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા માં જી ૨૦ને લઈને યોજાનાર સર્વપક્ષીય બેઠકમા તૃણમુલ પાર્ટીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠકમા ભાગ લેશે. આ બેઠક પૂર્ણ કર્યા પછી તે ૬ ડિસેમ્બરે રાજસ્થાનના પુષ્કરની સાથે સાથે અજમેર શરીફ ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવશે.૭ ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્લીમા સંસદીય સભ્યો સાથે બેઠક કરીને શિયાળુ સત્રની નવી રણનીતિ બનાવશે. મમતા બેનર્જી ૧૬ વર્ષ પહેલા કરેલ સિંગૂર ભૂખ હડતાલને યાદ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ૪ ડિસેમ્બરે રવિવારે દાવો કરતા કહ્યુ કે જો આજે પણ લોકોના અધિકારો પર ખતરો ઉભો થશે તો તે ચૂપ નહી રહે. મમતા બેનર્જી એ રવિવારે ટ્વિટ કરતા જણાવ્યુ કે તેમને ૧૬ વર્ષ પહેલા આજના દિવસે હૂગલીના સિંગૂર અને દેશના અન્ય ખેડૂતો માટે ૨૬ દિવસની ભૂખ હડતાલ કરી હતી. ૨૦૦૬મા હૂગલીના સિંગૂરમા નૈનો કાર ફૈકટરી માટે ટાટા મોટર્સને રાષ્ટ્રીય રાજમાર્ગ ૨ પર ૯૯૭.૧૧ એકર જમીન કંપનીને આપવામા આવી હતી.
તૃણમુલ પાર્ટીના અધ્યક્ષ મમતાએ કહ્યુ કે ખડૂતોને તેમની જમીન પરત કરવા માટે તેમને ૪ ડિસેમ્બરથી ભૂખ હડતાલ શરુ કરી હતી. દેશના પ્રધાન મંત્રી મનમોહન સિંહએ મોકલેલ પત્ર મળ્યા પછી તેમને ૨૬ ડિસેમ્બરે અનશનનો અંત કર્યો હતો. પરંતુ ત્યારબાદ પણ આંદોલન ચાલુ જ હતુ. ૨૦૦૮મા ટાટા મોટર્સએ સિંગૂરમાથી જવુ પડ્યુ હતું. મમતાએ તેના માટે માકપા પાર્ટીને જવાબદાર ગણાવે છે.
મમતાના નિવેદન પછી તેના પર આક્ષેપ કરતા ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિન્હાએ દાવો કરતા જણાવ્યુ કે આંદોલન કરીને તેમને રાજ્યની અર્થવ્યવસ્થાને નુકશાન થયુ છે. સિંગૂરમા ટાટા કંપનીએ પ્રોજેક્ટની સ્થાપના કરી હોત તો રાજયમા બેરોજગારી ઘટી હોત અને યુવાનોને રોજગારી મળી હોત. સિંગૂરમા ત્યારબાદ કોઈ પણ અન્ય કંપનીએ રોકાણ કર્યુ નથી. માકપાના નેતાએ આક્ષેપ કરતા કહ્યુ કે મમતા ઘણી મુશ્કેલીથી સાચુ બોલે છે. રાજયમા બેરોજગારીનુ પ્રમાણ વધી રહ્યુ છે. જો દેશની મોટી કંપનીએ રાજયમા રોકાણ કર્યુ હોત તો આજે પશ્ચિમ બંગાળ રાજયની રુપરેખા અલગ હોત અને પશ્ચિમ બંગાળની અર્થતંત્રને ફાયદાકારક સાબિત થયુ હોત.