બંગાળની ચૂંટણીમાં જબરો અપસેટ : મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી હાર્યા

બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી યોજાઈ હતી જેમાં જબરો અપસેટ સર્જાયો છે. ખુદ મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી હાર્યા છે. અને ચૂંટણી પહેલા TMCમાંથી BJPમાં જોડાયેલા સુવેન્દુ અધિકારી ૧૬૨૨ મતે વિજયી થયા છે.

બંગાળ ચૂંટણીમાં ટવીસ્ટ સાથે અપસેટ સર્જાયો છે. નંદીગ્રામ બેઠક પર ભાજપના સુવેન્દુ અધિકારીની જીત થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મમતા બેનર્જીએ ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે, ઇલેક્શન કમિશનએ પરિણામો બદલ્યા છે, કહ્યું અમે કોર્ટમાં જશું. તેઓએ રાજ્યને સંબોધન કરતા કહ્યું કે, શું તમે માનો છો કે સમગ્ર રાજ્યમાં લોકોએ TMC ને મત આપ્યો હોય ત્યારે નંદીગ્રામમાં અલગ પરિણામ આવી શકે ? ભાજપના સુવેન્દુ અધિકારીને ૧૬૨૨ મતે વિજયી જાહેર કરાયા હોવાનું જણવા મળે છે. જોકે પશ્ચિમ બંગાળમાં ટીએમસી ભાજપને પાછળ રાખી આગળ નીકળી ગઈ છે. સતત ત્રીજી વાર ટીએમસીની સરકાર બંગાળમાં રચાય તેવા વલણ સામે આવી રહ્યા છે. હાલ સાંજે 7 વાગ્યા સુધીના સમાચાર મુજબ ટીએમસી 214 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપને 77 બેઠકો પર લીડ મળતી હોય તેવું જણાય છે.