બંધારણના બુનિયાદી સિદ્ઘાંતો વિરુદ્ઘની માંગ

એ સમજવું જરૂરી છેકે ભારતના બંધારણમાં કૃષિ ક્ષેત્ર સાતમા અનુચ્છેદ અંતર્ગત રાજ્યની યાદીમાં આવે છે. તેથી કેટલાંક રાજ્યોના ખેડૂતો દ્વારા ઉઠાવાઈ રહેલા મુદ્દાઓનું સમાધાન રાજ્ય સરકારોએ કરવું જોઇએ. પંજાબ, હરિયાણા અને કેટલાક પડોશી ક્ષેત્રના ખેડૂતોે સંયુક્ત ક્સિાન મોરચા, ક્સિાન મજદૂર મોરચા અને ક્સિાન મજદૂર સંઘ સમિતિની આગેવાનીમાં બીજું વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ ખેડૂત સંગઠનો ખુદને આખા દેશના પ્રતિનિધિ તરીકે રજૂ કરી રહ્યા છે. ૨૦૨૧નું વિરોધ પ્રદર્શન સંયુક્ત ક્સિાન મોરચાએ શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં સંગઠનમાં વિભાજન થઈ ગયું અને હાલનું વિરોધ પ્રદર્શન સંયુક્ત ક્સિાન મોરચાના બીજા જૂથની આગેવાનીમાં થઈ રહ્યું છે. આંદોલન કરતા કથિત ખેડૂતોએ ૧૨ માંગો મૂકી છે. આ માંગો છે ટેકાના ભાવની કાનૂની ગેરંટી, ટેકાના ભાવની ચૂકવણી સ્વામીનાથન કમિટીના રિપોર્ટ અનુસાર, દેવાં માફી, જમીન અધિગ્રહણ પહેલાં ખેડૂતની અનુમતિ અને વળતર સત્તાવાર દરનું ચાર ગણું, લખીમપુર ખીરી કેસમાં સજા, વિશ્ર્વ વેપાર સંગઠનમાંથી ભારત બહાર નીકળે. તમામ મુક્ત વેપાર સમજૂતીઓને ખતમ કરવી, તમામ ખેડૂતો અને ખેતમજૂરોને ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિને પેન્શન, મનરેગા અંતર્ગત રોજગાર વધારીને ૨૦૦ દિવસ કરવો અને મજૂરી ૭૦૦ રૂપિયા પ્રતિ દિન કરવામાં આવે.

ખેડૂત સંગઠનોએે સમજવું જોઇએ કે આ માંગો મૂક્તાં પહેલાં દેશ પર પડનારા આર્થિક પ્રભાવ પર પણ વિચાર કરવો જોઇએ. એવો વિચાર કરવામાં નથી આવ્યો અને વાસ્તવમાં તેઓ દેશના મુઠ્ઠીભર ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. એ વાત સર્વવિદિત છે કે દેશમાં ૮૨ ટકા ખેડૂત નાના અને સીમાંત ખેડૂત છે અને મોટાભાગની માંગો આ ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નથી કરતી. થોડા જ ખેડૂત જે મોટા ખેડૂત છે અને તેઓ રાજનીતિથી પ્રેરિત છે. જો એવું ન હોત તો તેઓ એમ ન કહેતા કે દેશના વાષક બજેટના ૮૫ ટકા આ માંગોને પૂરી કરવા પર ખર્ચ કરી દે.

તાકક રીતે જો આપણે આ માંગો પર વિચાર કરીએ તો ટેકાના ભાવ અંતર્ગત પાકોની ખરીદીનું તંત્ર ૧૯૬૭માં શરૂ થયું. એ સમયે અનાજની ભારે અછત હતી અને જાહેર વિતરણ પ્રણાલી માટે અનાજની ખરીદી જરૂરી હતી. તેથી એ સમયે ટેકાના ભાવની સાથે લેવી અને ખરીદ કિંમતો હતી. વર્ષોની અવધિમાં જ્યારે હાલત બદલાઈ ગઈ તો લેવી અને ખરીદ કિંમતોનો વિલય એમએસપીમાં કરી દેવામાં આવ્યો. એવાત સ્પષ્ટ છે કે એમએસપીનો ફાયદો માત્ર એ જખેડૂતોને મળે છે જેમની પાસે બજારમાં વેચવા માટે અનાજ હોય છે અને કોઈપણ રાજ્યમાં એવા ખેડૂતોની સંખ્યા વધુ નથી. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મય પ્રદેશના મોટાભાગના ખેડૂત નાના અને સીમાંત ખેડૂતો છે જેમની પાસે વેચવા માટે બહુ ઓછું અનાજ હોયછે. હાલના સમયમાં પંજાબમાં પ્રતિ ક્વિન્ટલ ખેતીનો ખર્ચ ૧૫૦૩ રૂપિયા છે અને ટેકાનાભાવ ૨૨૭૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આ રીતે ખેતીના ખર્ચ કરતાં પણ વધારે ૫૧.૩ ટકા નફો ખેડૂતોને અપાઈ રહ્યો છે. આ પંજાબના ખેડૂતો પાસેથી મેળવાયેલા સીએસપીના આંકડા પર આધારિત છે. જો સરકાર ટેકાના ભાવની માંગ માનવા મજબૂર થઈ જાય તો અનાજની ખરીદી પર કુલ ખર્ચ લગભગ ૧૦ કરોડ રૂપિયા આવશે અને તે માત્ર પંજાબ, હરિયાણા અને પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો પરખર્ચ થશે. જો એવું થાય છે તો શું તે બીજા રાજ્યો સાથે અન્યાય નહીં કહેવાય? જ્યાં અનાજની ખરીદી બહુ ઓછી છે. તેથી બીજા રાજ્યોના ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં નથી દેખાઈ રહ્યા. તે ઉપરાંત માત્ર કેટલીક જણસોના ઉત્પાદકો માટે કિંમતોની ગેરંટીની બંધારણીય કાયદેસરતા પર પણ વિચાર કરવો પડશે. દેશમાં ઘણી બધી જણસોનું ઉથ્પાદન થાય છે, પરંતુ તેના માટે ટેકાના ભાવનું તંત્ર નથી. તેમાં ન માત્ર ખેતી જણસો, પરંતુ ખેતી સંબંધિત બીજી જણસો પણ સામેલ છે. તેથી એમએસપીને કાનૂની ગેરંટી આપવાથી બંધારણના મૌલિક સિદ્ઘાંતનું ઉલ્લંઘન થશે, જે સમાનતા પર આધારિત છે. એ જ રીતે જો ખેડૂતને પેન્શન આપવામાં આવે છે તો તેનો મતલબ હશે કે લગભગ ૨ કરોડ ખેડૂતોને દર મહિને ૧૦ હજાર રૂપિયા આપવા પડશે. શું ભારત સરકાર બજેટમાં તેના માટે જરૂરી સંસાધનો ફાળવી શકશે? મનરેગા અંતર્ગત ૭૦૦ રૂપિયા પ્રતિદિન મજૂરીની સાથે ૨૦૦ દિવસ કામની માંગ પર ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. શું રાજ્ય સરકારોને આ ખર્ચાનો એક હિસ્સો વહન કરવા માટે કહેવું જોઇએ? તેમની માંગમાં ખેડૂતોને મફત વીજળી પણ સામેલ છે. એના પર પણ ૨૧૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. શું પંજાબની સરકાર આ ખર્ચાનો એક હિસ્સો વહન કરશે? કારણ કે ખેતીનો વિષય બંધારણમાં રાજ્ય સૂચિમાં આવે છે. આંદોલિત ખેડૂતો વિશ્ર્વ વેપાર સંગઠન અને મુક્ત વેપાર સમજૂતીઓથી બહાર નીકળી જવાની માંગ કરી રહ્યા છે. શું એવું કરવું ભારતના હિતમાં હશે, એ સવાલ એ લોકોને પૂછવો જોઇએ જેમણે ‘કથિત’ ખેડૂતોને ઉશ્કેર્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં ભારત વિશ્વ વેપાર સંગઠન અને બીજા વેપાર સમજૂતીઓનો હિસ્સો બન્યું હતું. શું આ અતાકક માંગને માનવી સંભવ છે? યાન આપીએ તો ખબર પડે છે કે માંગોની તાકક્તા અને તેની આથક અસર પર વિચાર કર્યા વિના જ રાજકીય હેતુથી આ આંદોલન શરૂ કરી દેવાયું છે.