હાલની લોક્સભા ચૂંટણીમાં બંધારણ બચાવવું એક મુદ્દો બની ગયો છે. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનના ઘટક પક્ષો ભાજપ પર ચૂંટણી જીત્યા બાદ બંધારણ બદલવાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન મોદી કહે છે કે તેમના રહેતાં કોઈપણ બંધારણ સાથે છેડછાડ નહીં કરી શકે. આઝાદ ભારતમાં આ પહેલી લોક્સભા ચૂંટણી છે, જેમાં ભારતનું બંધારણ એક મુખ્ય મુદ્દો બની ગયું છે. તેનાથી ભારતનું બંધારણ જન-જન સુધી પહોંચી રહ્યું છે. એવું થવું ભારતીય જનમાનસમાં બંધારણની સ્વીકાર્યતા અને મહત્ત્વ, બંને વધારશે. બંધારણ બચાવવાના ઘોંઘાટ વચ્ચે સૌથી મહત્ત્વપૂર્ણ સવાલછૂટી ગયો કે બંધારણ બચાવવાનો અર્થ શો છે? આ સવાલ એટલા માટે મહત્ત્વનો છે, કારણ કે આપણું બંધારણ અનુચ્છેદ-૩૬૮ અંતર્ગત સંસદને તેમાં સંશોધન કરવાની શક્તિ આપે છે. જ્યારે અનુચ્છેદ-૧૩ અને ૩૨ સુપ્રીમ કોર્ટને શક્તિ આપે છે કે તે એવા તમામ કાયદાને રદ્દ કરી દે જે મૂળ અધિકારો વિરુદ્ઘ હોય. એવામાં રાજકીય પાર્ટીઓ એ નથી કહેતી કે બંધારણ બચાવવાથી તેમનો વાસ્તવિક મતલબ શો છે? તેઓ બંધારણને કેવી રીતે બચાવશે? તેઓ શું નહીં કરે, જેનાથી બંધારણ બચી રહેશે?
શાસન ચલાવવા માટે લખવામાં આવેલ સૌથી મુખ્ય કાનૂની પુસ્તકને બંધારણ કહી શકાય, પરંતુ વાસ્તવમાં તે કોઈપણ દેશમાં રહેતા શાસકો અને જનતા વચ્ચે બનેલ સહમતિનો દસ્તાવેજ હોય છે. દુનિયામાં એવા દસ્તાવેજ તૈયાર કરવાની શરૂઆત ૧૫ જૂન, ૧૨૧૫ના રોજ બ્રટનમાં મેગદ્ઘાકાર્ટાથી થાય છે, જે અંતર્ગત ત્યાંના તત્કાલીન રાજા જ્હોને નાગરિકોને તમામ અધિકાર આપ્યા. ભારતનું બંધારણ બંધારણ સભાના સદસ્યો વચ્ચે બનેલ સહમતિનો દસ્તાવેજ છે. બંધારણ સભામાં નિર્ણય મતદાન દ્વારા થતો હતો, એક-એક જોગવાઈપર ચર્ચા કરીને વોટિંગ કરાવીને નિર્ણય લેવામાં આવ્યો. એવામા બંધારણ બચાવવાનો મતલબ પહેલાં બંધારણ સભામાં જે વિષયો પર નિર્ણય થઈ ચૂક્યો છે, તેને એવો જ માનવાનો છે. એવું કરવા માટે જરૂરી થઈ જાય છે કે બંધારણ સભાએ જે વાતોને નકારી દીધી, તેને કોઈપણકિંમતે ફરીથી ન ઉઠાવવામાં આવે, પરંતુ દેશમાં એવું નથી થઈ રહ્યું.
ભારતમાં માત્ર બંધારણ નહીં, પરંતુ બંધારણ સભાના નિર્ણયોનું પણ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. તેનાં ત્રણ મોટાં ઉદાહરણ છે. પહેલું છે શીર્ષ ન્યાયપાલિકામાં જજોની નિયુક્તિ માટે કોલેજિયમ સિસ્ટમનું અસ્તિત્વમાં આવવું. ૧૯૯૩ બાદ ભારતની શીર્ષ ન્યાયપાલિકાએ કોલેજિયમ નામની એવી વ્યવસ્થા બનાવી લીધી, જે અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયોમાં જજો જ જજની નિયુક્તિ કરતા રહે. એવું કરનાર ભારત એકમાત્ર દેશ છે. બાકી દેશોમાં જજોની નિયુક્તિ સરકાર કે પછી ત્યાંની સંસદ કરે છે. આપણે ત્યાં જજો ખુદ જજની નિયુક્તિ કરે છે. એવું કરવા માટે સુપ્રીમક કોર્ટે બંધારણમાં આપેલ ‘પરામર્શ’ શબ્દની પરિભાષાને બદલીને ‘બાયતા’ કરી દીધી. સુપ્રીમ કોર્ટે જજોની નિયુક્તિની કોલેજિયમ નામની જે વ્યવસ્થા બનાવી, એવી વ્યવસ્થાને બંધારણ સભાએ પહેલેથી જ નકારી દીધી હતી. મોદી સરકારે તમામ પાર્ટીઓની સહમતિથી બંધારણ સંશોધન દ્વારા આ વ્યવસ્થાને બદલવાની કોશિશ કરી, પરંતુ શીર્ષ ન્યાયાલયે તે સફળ ન થવા દીધી.
બીજું ઉદાહરણ વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે શક્તિના વિભાજનની સીમા સમાપ્ત કરવાની કોશિશ છે. શક્તિનું ઉપરોક્ત વિભાજન આધુનવિક લોક્તંત્રની બુનિયાદ છે, પરંતુ એક સમૂહ છેલ્લાં કેટલાંક વર્ષથી આ વિભાજનને ખતમ કરવાની સતત કોશિશ કરી રહ્યો છે. તેના માટે તે સતત દબાણ કરી રહ્યો છે કે મોટા અધિકારીઓની પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશને પણ સદસ્ય બનાવવામાં આવે. પસંદગી સમિતિમાં સદસ્ય તરીકે મુખ્ય ન્યાયાધીશની હાજરી ન માત્ર શક્તિના વિભાજનનું ઉલ્લંઘન કરે છે, બલ્કે આ પદની ગરિમાને પણ નુક્સાન પહોંચાડે છે. ન્યાયપાલિકાનું કામ કાર્યપાલિકાના કામોની સમીક્ષા કરવાનું જ છે. જ્યારે ન્યાયાધીશ પોતે જ પસંદગી સમિતિમાં સામેલ થઈ જશે તો ન્યાયપાલિકા કઈ નૈતિક શક્તિથી આવી નિયુક્તિઓની સમીક્ષા કરશે?