બનાસવાસીઓ માટે ગુડ ન્યુઝ: રૂ. ૫૦૦ કરોડની યોજના મંજૂર

ગાંધીનગર,\ બનાસકાંઠામાં કર્માવદ તળાવમાં નર્મદાનું પાણી છોડવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. મુક્તેશ્ર્વર ડેમ અને કર્માવદ તળાવ માટે ૫૦૦ કરોડની યોજના મંજૂર કરાઈ છે. તળાવમાં પાણી છોડવાથી ૧૨૫ ગામડાઓને ફાયદો થશે. મહેસાણા મોટીદાઉથી કર્માવદ તળાવ સુધી ૬૨ કિમી લાઇન મંજૂર કરાઈ છે.

અત્રે જણાવીએ કે, ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરુ કરાશે. કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે અગાઉ ૨૫ હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ૨૫ વર્ષથી કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા.

જિલ્લાના વડગામમાં આવેલું કર્માવદ તળાવ ભરવાથી ખેડૂતોને મોટો પ્રમાણમાં લાભ થશે. જળ આંદોલન સર્જાયું હતું જેના પગલે સરકારે હિતકારી નિર્ણય લીધો હતો. વડગામના ૧૨૫ જેટલા ગામોના હજારો ખેડૂતો આનો લાભ થશે. અત્રે જણાવીએ કે, ૨૫ વર્ષથી પડતર માગને સ્વીકારાતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છ