પાલનપુર, આગામી લોક્સભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને બુટલેગરો બેફામ બન્યા છે. રાજયમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે. બીજીતરફ પોલીસે પણ કાર્યવાહી કડક કરી છે. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ બનાસકાંઠાના છાપી ગામ ચાર રસ્તા પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને રૂ.૬,૫૧,૭૦૦ નો મુદ્દ્માલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
એસએમસીના અધિકારીઓએ માહિતીને આધારે ૭ માર્ચના રોજ છાપી ગામ ચાર રસ્તા પાસે જાળ બિછાવી હતી. જેમાં કારમાં દારૂ લઈને જઈ રહેલા બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી રૂ.૧,૩૬,૭૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ અને કાર મળીને કુલ રૂ. ૬,૫૧,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ બનાવમાં બનાસકાંઠાના રહેવાસી અને કારના ડ્રાઈવર ગણેશ કે.ચૌધરી અને હેલ્પર હરેશ એલ. ચૌધરીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર ભારાભાઈ, દારૂનો જથ્થો મંગાવનારા પાટણના ભગતભાઈ તથા દારૂ ભરેલી કારના માલિકની શોધ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને છાપી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા હતા. છાપી પોલીસે ફરાર આરોપીઓની શોધ હાથ ઘરી છે