પાલનપુર,\ ગુજરાતમાં આત્મહત્યાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, બનાસકાંઠાના દિયોદરમાં પણ સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે.દિયોદરમાં એક પરિવારના ૩ લોકોએ કેનાલમાં મોતની છંલાગ લગાવી હતી. દિયોદરના પતિ-પત્ની અને તેમના બાળક સાથે નહેરમાં ઝપલાવતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કરનાર પરિવાર ભાભરના મેરા ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલ પરિવારના ૩ સભ્યોના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહની શોધખોળ કરવામાં કરાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતા પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી,પરિવારના ૩ સભ્યોએ કેનાલમાં મોતની છંલાગ લગાવી હોવાથી તેમની બોડીની શોધખોળ કરવા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લીધી છે, હજી સુધી તેમની બોડી મળી નથી. ફાયર ટીમપણ ઘટનાસ્થળે પહોંચીને બોડીની શોધખોળમાં કામે લાગી છે.