બનાસકાંઠામાં ધાનેરામાં હત્યાનો કિસ્સો બન્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં સાવી નાની બાબતમાં હત્યા થઈ છે. ધાનેરાના થાવર ગામ પાસે ઘટના બની છે. શેરડીના કોલા પર હત્યાનો આ બનાવ બન્યો છે.
શેરડીના રસ બાબતે મજૂરની હત્યા કરવામાં આવી છે. તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત થયું છે. ધાનેરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે શ્રમિકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે.