બનાસકાંઠાના આકોલીમાંથી ૪૫ પાકિસ્તાની નાગરિકો ઝડપાયા, તમામ લોકોને પાલનપુર હેડ ક્વાર્ટર પર લઈ જવાયા

Banaskantha : બનાસકાંઠાના સરહદીય વિસ્તાર આકોલીમાંથી 45 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. બનાસકાંઠાના માવસરી પોલીસ મથકની હદમાંથી પાકિસ્તાની લોકો ઝડપાયા છે. સૂત્રો અનુસાર આ તમામ નાગરિકો પ્રવાસી વિઝા પર ભારત આવ્યા હતા. આ તમામ નાગરિકોને પાલનપુર હેડ ક્વાર્ટર પર લઈ જવાયા છે.

વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં પાકિસ્તાન પરત ફર્યા ન હતા. આ સાથે જ પોલીસે તમામ લોકોના નિવેદન લેવાનું શરુ કર્યુ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ સરહદી વિસ્તાર હોવાથી અહીં રહી શકે નહીં. પ્રવાસી વિઝા પર આવ્યા હોવાથી અન્ય જિલ્લામાં રહીને વિઝા માટે અરજી કરી શકશે. મળતી માહિતી અનુસાર પકડાયેલા પાકિસ્તાની શખ્સોએ વિઝા માટે અરજી કર્યાનું સામે આવ્યું છે. પોલીસે તમામ પાકિસ્તાની નાગરિકોની કરી અટકાયત કરી છે.