બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે ૫.૨૭ લાખનો મુદ્દામાલ કબજે

પાલનપુર, સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ માહિતીને આધારે બનાસકાંઠાના ડીસામાંથી કારમાંથી દારૃના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસને માહિતી મળી હતી કે ડીસામાં બનાસ નજીના બ્રિજ પરથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. જેને આદારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં દારૂ ભરેલી કાર મલી આવી હતી. તપાસ કરતા અંદરથી રૂ.૧,૭૧,૩૮૦ નો દારૂ તથા કાર મળીને કુલ રૂ.૫,૨૭,૪૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ સંદર્ભે રાજસ્થાનના ખેતારામ જે.સોનીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અરવિંદ સાંચોર, કારનો માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારા સહિત ત્રણ શખ્સોની શોધ હાથ ધરી છે. વધુ તપાસ માટે આરોપીને ડીસા ગ્રામિણ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.