બનાસકાંઠામાં યુવાનને ધંધામાં હરીફાઈ મોંઘી પડી,જીવ ગુમાવવો પડ્યો

પાલનપુર, લાખણી તાલુકાના આગથળા પોલીસ મથકની હદમાં અંગત અદાવત અને ધંધાની હરીફાઈમાં ૨૩ મેના રોજ મિસરીખાન જુમેરખાન બ્લોચ નામના યુવકની ઘાતકી હત્યા કરાઈ હતી. જેને લઈને હડકંપ મચી ગઇ હતી. ઘાતક હથિયારો સાથે આવેલા હત્યારાઓએ બોલેરો અને ધોકા તેમજ હથિયારો વડે હુમલો કરીને યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ૧૩ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.જયારે અન્ય ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગતો જોઈએ તો, બનાસકાંઠામાં અંગત અદાવત અને ધંધાની હરિફાઈમાં એક યુવકની ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના થરાદ હાઇવે પર આગથળા નજીક ૨૩ મેના વહેલી સવારે હત્યાની ઘટના બની હતી. હુસેનખાન બલોચ અને મિસરીખાન બલોચ તેમના બોલેરોમાં આગથળા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સ્કોપયો ચાલકે પોતાની સ્કોપયો જીપ ડાલા આગળ આડી કરી અને જીપડાલું રોકાવ્યું હતું. હત્યાના મુખ્ય આરોપી અખેરાજસિંહ વાઘેલા અને સ્કોપયોમાં આવેલા અન્ય ઈસમો હથિયારો સાથે ઉતર્યા હતા અને ડાલામાં તોડફોડ કરી ડાલામાં બેઠેલા મિીખાન બ્લોચના શરીર પર લોખંડની પાઇપ તેમજ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીને આરોપી ફરાર થઈ ગયા હતા. સ્કોપયોમાં આવેલા પાંચ ઈસમોએ હત્યાને અંજામ આપ્યો હતો. જ્યારે જીપડાલા ચાલક હુસેનખાને મિસરી ખાનની હત્યા બાદ બૂમાબૂમ કરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

જિલ્લા પોલીસ વડા અક્ષ્યરાજે એલસીબી ડીસા પોલીસ, આગથળા પોલીસ ,એલસીબી, એસ.ઓ.જી પોલીસ સહિત ૬ જેટલી પોલીસ ટીમોની રચના કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે હત્યાનો મુખ્ય સૂત્રધાર અખેરાજ સિંહ વાઘેલાએ અગાઉ થયેલા પાસાના કેસની શંકા મૃતક મિસરીખાન ઉપર રાખી જૂની અંગત અદાવતમાં પાંચ ઈસમો સાથે મળી અને તેની હત્યા કરી દીધી હતી.

મૃતક યુવક પશુઓની લે-વેચ નો ધંધો કરતા હતા અને પશુઓની લે-વેચના ધંધાની હરીફાઈમાં પણ મિસરી ખાનની હત્યા કરવામાં આવી હોવાનું કારણ પણ સામે આવ્યું છે ત્યારે મોબાઈલ કોન્ટેક્ટ કોલ ડીટેલ અને આ તમામ પાસાઓને યાને રાખી અને પોલીસે અત્યારે તો ૧૩ જેટલા આરોપીઓની અટકાયત કરી અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. જયારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

હત્યાના મુખ્ય આરોપી: અખેરાજસિંહ ઉર્ફે અખી બના પરબતસિંહ વાઘેલા રહે,હર્ષદપુરી ઉર્ફે રોકી બાવજી ગૌસ્વામી,દરિયાખાન અકબરખાન બલોચ

હત્યામા સંડોવાયેલ આરોપી: નિકુલસિંહ અનુપસિંહ વાઘેલા,જગતસિંહ બળવંતસિંહ સોલંકી,શિવપાલ ઉર્ફે હમીર ઠાકોર,ભાવેશ રાણાભાઇ ઠાકોર,.યસ જયંતીભાઈ દરજી,મહિપાલસિંહ જબ્બર સિંહ વાઘેલા,નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા,વિષ્ણુભાઈ મફાભાઈ રાવળ,હિમાંશુ ઈશ્ર્વરભાઈ રાવળ,નવાબખાન પાધિખાન બલોચ