બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પારો રવિવારે પણ ઉંચો રહેવા પામ્યો હતો અને લોકો ગરમીને લઈ પરેશાન જોવા મળ્યા હતા. અંગ દઝાડતી ગરમીને લઈ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી લઈને મોટા ભાગના વિસ્તારોના રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે.
રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે અને આજ પ્રમાણે રવિવારે પણ કાળઝાળ ગરમીનો અહેસાસ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પારો રવિવારે પણ ઉંચો રહેવા પામ્યો હતો અને લોકો ગરમીને લઈ પરેશાન જોવા મળ્યા હતા. અંગ દઝાડતી ગરમીને લઈ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી લઈને મોટા ભાગના વિસ્તારોના રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે.
હવામાન વિભાગે ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે એવી આગાહી કરી છે. જેને લઈ લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડક ધરાવતા સ્થળોએ રહેવા અને ઘરમાં જ રહેવા માટે મજબૂર થવુ પડ્યું છે. ગરમીનો પારો હજુ પણ આગામી સપ્તાહે ઉંચો રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.