બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. દલવાડી ગામે ઇંટનો ઘા મારીને મહિલાની હત્યા કરવામાં આવી છે. સામાન્ય તકરારમાં યુવકે મહિલાની હત્યા કરી હતી. મૃતદેહને ચંડીસર રેફરલમાં ખસેડીને તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુરના દલવાડા ગામમાં રસ્તા પર ચાલવા મામલે બોલાચાલી થયા બાદ એક શખ્સે ઈંટનો છૂટો ઘા કરતા એક મહિલાને લાગી જવાથી તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બોલાચાલીમાં બબાલ થયા બાદ મહિલાનું મોત નિપજતા પરિવારજનોના આંસુ સુકાતા નથી.
દલવાડા ગામના રાજેશ ઠાકોર કરિયાણા તેમજ શાકભાજીની દુકાન ચલાવે છે. રાજેશની દુકાનથી ઘર તરફ જવાનો એક કાચો રસ્તો નીકળે છે. બપોરના સમયે આજે એક ફેરિયો ગાડી લઈ દિનેશ ઉર્ફ ધનાજી ઠાકોરના ઘરના આગળથી પસાર થઈ રાજેશની દુકાને પહોંચેલ હતો. તે સમય દરમિયાન આ દિનેશના પુત્ર કિરણ ઠાકોર હાજર હોવાથી ઉંચા અવાજે કહ્યું કે અહીંયાથી ગાડીઓ કેમ લઈને જાઓ છો? તેમ કહી રાજેશ તેમજ તેમના પરિવારને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આથી રાજેશે કિરણના ઘરના આગળ જઈ કહ્યું કે આ રસ્તો જાહેર છે. આ વાહનો અમારી દુકાન તરફ આવે છે. જે કહેતા જ કિરણ ઠાકોર ગાળો બોલતા કિરણ અને રાજેશ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
કિરણ ઠાકોરે, રાજેશ ઠાકોરને ગડદાપાટુનો માર મારી હાથે બચકું ભરી લીધું હતું. હાજર લોકો એ તેમને બંનેને જુદા પાડી પોત પોતાના ઘર તરફ વાળ્યા હતા. જોકે કિરણ ઠાકોરે પોતાના કોટ ઉપર રાખેલી ઈંટો લઈ છુટ્ટી રાજેશ તેમજ તેમના પરિવારને મારવા લાગ્યો હતો, જેથી એક ઈટ રાજેશની માતાને પીઠના ભાગે લાગતા તે મહિલા ઢળી પડ્યા હતા. રાજેશ સહિત પરિવારજનો મહિલાને સારવાર માટે ગઢ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારે તત્કાલિક તેમને પાલનપુર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે ત્યાં પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે . પરિવારે મૃત માતાને ચંડીસર ઝ્રૐઝ્ર હોસ્પિટલમાં પીએમ અર્થ ખસેડી ગઢ પોલીસ મથકે કિરણ ઠાકોર પર ગુનો નોંધ્યો છે.