બનાસકાંઠાના ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે. ડીસામાં એક રૂમ ભાડે રાખી અને પોતાની માયાજાળમાં ફસાવી આ ઠગોએ છેલ્લા દોઢ વર્ષથી અનેક લોકોને શિકાર બનાવ્યા છે. જોકે મેલી વિદ્યાના નામે અલગ અલગ ભાવથી લોકો સાથે છેતરપિંડી કરનાર અત્યારે તો બન્ને આરોપીઓને જેલ હવાલે કરીને પોલીસે અપીલ કરી છે કે આવા ઈસમો જો છેતરપિંડી કરતા હોય તો પોલીસને લોકો જાણ કરે જેથી કાર્યવાહી થઈ શકે.
ડીસામાં અમદાવાદના બે યુવકો ભૂવા બની અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા છેલ્લા દોઢ વર્ષથી ડીસામા રૂમ ભાડે રાખી અને અમદાવાદના પીન્ટુ કિશોર ભાર્ગવ જોશી અને રોહિત બુધારામ ભાર્ગવ બંને રૂમ ભાડે રાખી અને ત્યાં મેલી વિદ્યાનો સામાન અને સજાવટ કરી અને પેમ્પલેટ છપાવી લોકોને ગુમરાહ કરતા હતા. જોકે છેલ્લા દોઢ વર્ષથી આ આરોપીઓ હાટડી ખોલી અનેક લોકોને પોતાનો શિકાર બનાવી રૂપિયા પડાવ્યા છે. જોકે પોલીસને હાથે ચડેલા આ આરોપીએ ૧૫ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી રહ્યા છે.છેતરપિંડીની આ સમગ્ર ઘટનાનો અને વશીકરણની ઘટનાનો પડદાફાશ ડીસાના એક વકીલે કર્યો છે.
તેઓએ એક પેમ્પલેટમાં માજીસા દર્શન જ્યોતિષની જાહેરાત જોઈ હતી. જેમાં વશીકરણ અને અનેક પ્રશ્ર્નોનું નિવારણ લાવી આપતા હોવાની જાહેરાત હતી. જેથી વકીલે આરોપીના ફોન નંબર પર ફોન કર્યો હતો અને ત્યારબાદ આરોપીએ પીન્ટુએ ડીસાની કચ્છી કોલોનીના કૃષ્ણનગરમાં આ વકીલને બોલાવ્યા હતા. જ્યાં ભગવા કપડામાં સજ આરોપીઓ હતા અને રૂમમાં ગાદી ઉપર દેવી-દેવતાઓના ફોટા હતા અને ત્યાં આ વશીકરણ કરતા હતા.
જોકે વશીકરણ અને શેતરપિંડીના નામે અને તાંત્રિક વિદ્યાના નામે મૂઠ ચોટ કરી મારી નાખવાના ૨૭,૦૦૦ તેમજ લકવો કરવાના ૧૧,૦૦૦ અને વશીકરણ કરવાના ૧૧,૦૦૦ આમ અલગ અલગ ભાવ આ ઠગોના હતા. જોકે આરોપીઓ પહેલા બુકિંગ કરતા અને બીજા દિવસે પૈસા લઈને આવવાનું કહેતા વકીલ જોડેથી આરોપીઓએ સો રૂપિયા બુકિંગ પેટે લીધા હતા અને ત્યારબાદ બાકીના પૈસા લઈ આવી અને કામ કરવાનું કહેતા જોકે આ વકીલને શંકા જતા તેઓએ ડીસા દક્ષિણ પોલીસમાં થકે ફરિયાદ આપી હતી અને જેને આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
તાંત્રિક વિધિ અને વશીકરણના નામે લોકોને ગુમરાહ કરવાનું પોલીસના યાને આવ્યું હતું ત્યારે પોલીસે પીન્ટુ જોશી અને રોહિતારામ ભાર્ગવની ધરપકડ કરી હતી અને પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી હતી, પોલીસ તપાસમાં પણ આ બંને આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસની પણ એક અપીલ છે કે આવા લોકો ક્યાંય પણ દેખાય અથવા ખેતરપિંડી કરતા હોય તો પોલીસને પણ લોકો જાણ કરે જેથી કાર્યવાહી કરી શકાય.