બનાસકાંઠામાં અમીરગઢ પાસે સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓે કારમાંથી ૧.૬૫ લાખના દારૂ સાથે રી.૬,૭૦,૩૪૪ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને અન્ય ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે અમીરગઢમાં કોરોના હોટેલ પાસેના બ્રિજ પરથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે.
જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને કારને આંતરી હતી. કારમાં તપાસ કરતા અંદરથી રૂ. ૧,૬૫,૨૪૪ ની કિંમતનો દારૂ, મોબાઈલ, રોકડ અને કાર મળીને કુલ રૂ.૬,૭૦,૩૪૪ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે બનાસકાંઠાના દારૂનો ધંધો કરનારા મુખ્ય આરોપી મહેશ્ર્વરા વી. વાઘેલાની ધરપકડ કરી હતી.જ્યારે પાંચ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ અમીરગઢ પોલીસ ચલાવી રહી છે.