બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અંબાજીમાં દર્શન કર્યો, મતદારોનો આભાર માન્યો

અંબાજી, રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું.મતદાન બાદ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન ઠાકોરે અંબાજીની મુલાકાત લીધી છે. જ્યાં મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે મતદારોનો આભાર માન્યો હતો.

ચૂંટણી પૂર્ણ થતા જીતનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે અસત્યની સામે સત્યની લડાઈમાં જે મતદારોએ સહકાર આપ્યો તેનો આભાર માનું છું. મા અંબાના આર્શીવાદથી બનાસકાંઠામાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું. આ ઉપરાંત બનાસકાંઠા બેઠક પર ૬૮.૪૪ ટકા મતદાન થયુ છે.તેના માટે પણ હું આભારી છું.

બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ પણ મતદાન બાદ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે.