બનાસકાંઠામાં કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર લોક્સભાની ચૂંટણી લડશે

અમદાવાદ, આગામી લોક્સભાની ચૂંટણીઓને લઈને હવે ભાજપ-કોંગ્રેસ બન્નેએ શો સજ્જ કરી દીધાં છે. એક તરફ ભાજપે લોક્સભા માટે પહેલી યાદી જાહેર કરીને પોતાનો હાથ ઉપર રાખ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ હવે ગુજરાતમાં લોક્સભા માટે જે ઉમેદવારોના નામ નક્કી છે તેવા નેતાઓને ઉપરથી ફોન આવવા લાગ્યાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત લોક્સભા માટે જેમની પસંદગી કરાઈ છે તેમને ચૂંટણીની તૈયારીઓ કરવા માટે એક એક કરીને જાણ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં લોક્સભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસે સૌથી પહેલાં જે નામ પસંદ કર્યું છે એ એક મહિલા ઉમેદવાર છે. અહીં વાત થઈ રહી છે બનાસકાંઠાથી મહિલા ખેડૂત નેતા ગેની બેન ઠાકોરની. ગેનીબેન ઠાકોર હાલ કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમને લોક્સભાની ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી ફોન મારફતે જાણ કરી દેવાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. જેને પગલે હાલ ગેનીબેન ઠાકોરે પ્રચારના પણ શ્રીગણેશ કરી દીધા છે.

બીજી તરફ ગેનીબેન બાદ કોંગ્રેસે વલસાડ માટે પણ એક મજબૂત નામની પસંદગી કરી દીધી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ. જ્યારે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ માનવામાં આવે છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત થશે. આજે જાહેરાત થનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોની શક્યતા નહિવત છે.

લોક્સભાની ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે. આ દરમિયાન બનાસકાંઠા લોક્સભા બેઠક માટે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દાવેદારી નોંધાવી હોવાનો દાવો કોંગ્રેસ પ્રમુખે કર્યો હોતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ વાતનો દાવો કરતા કહ્યુ છે કે, સ્ન્છ ગેનીબે ઠાકોરે પોતાનો દાવો રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની દીયોદરમાં બેઠક મળી હતી. આ દરમિયાન જિલ્લા કોંગ્રેસના પ્રમુખે નિવેદન કર્યુ હતુ કે, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોક્સભાની ચૂંટણી લડવાની દાવેદારી કરી ચૂક્યા છે. પ્રમુખે બેઠક દરમિયાન નિવેદન કરતા કહ્યુ હતુ કે, આવનારી લોક્સભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર લોક્સભાની ચૂંટણીના ઉમેદવાર હશે.