પાલનપુર, બનાસકાંઠામાં ચૂંટણી અધિકારીઓએ પોલીસની સાથે ચેકિંગ ઘનિષ્ઠ કરતાં એક કરોડ રૂપિયાની રોકડ પકડી પાડી છે. પાલનપુર એલસીબી પોલીસે આ રોકડ પકડી પાડી છે. ચેકિંગ દરમિયાન એરોમા નજીકની કારમાંથી રોકડ ઝડપાઈ. ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડા મળ્યા હતા.
ગુજરાતમાં લોક્સભા ચૂંટણી ૨૦૨૪ પૂર્વે રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તો તેની સાથે-સાથે રોકડિયા રાજા પણ ખણખણવા લાગ્યા છે. ચૂંટણી પૂર્વે રોકડાની લ્હાણી રાજકીય પક્ષો માટે સામાન્ય બાબત છે. હવે બે હજાર રૂપિયાની નોટ તો રહી નથી, પણ પાંચસો-પાંચસોની નોટોની પણ બોલબાલા છે.
પોલીસે રોકડ કોની હતી તેની તલાશ તો આદરી છે તેની સાથે કાર કોની માલિકની હતી તે તલાશ પણ આદરી છે. પોલીસને આ મોરચે ટૂંક સમયમાં જ સગડ મળશે તેવી આશા છે. આમ આગામી થોડા સમયમાં આ મોરચે નવો વિવાદ ઊભો થઈ શકે છે.