બનાસકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં બે અલગ અલગ બનાવમાં પોલીસે દારૂના જથ્થા સાતે કુલ ૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને બનાવમાં પોલીસે નવ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવની વિગત મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓને માહિતી મળી હતી કે બનાસકાંઠાના નાદલા ગામથી ધાનેરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપ પાસેથી કેટલાક શક્સો ઈનોવા કારમાં દારનો જથ્થો લઈને પસાર થવાના છે.
જેને આધારે પોલીસે અહીં જાળ બિછીવાને ઈનોવા કાર અટકાવી હતી. તપાસ કરતા અંદરથી રૂ.૨,૮૪,૪૦૦ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, બે મોબાઈલ અને ઈનોવા કાર મળીને કુલ રૂ. ૧૨,૯૪,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે કારના ડ્રાઈવર સહિત ચાર ફરાર આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. અન્ય બનાવમાં અરવલ્લીના આંબલિયારાના લીંબ ગામ ખાતેથી એલસીબીની ટીમે દારૂના જથ્થા સાથે રૂ.૧,૨૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂ મહેશ ગઢવી નામના પોલીસકર્મીએ પહોંચાડ્યો હોવાની માહિતીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે પાંચ શક્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.