બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક એક રોકાણ એજન્ટે ગ્રાહકોની રકમ બારોબાર બેંકમાંથી ઉપાડી લઈને છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ થયા છે. લગભગ ૭ થી ૮ કરોડ રુપિયાની છેતરપિંડી આચરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ બેંકની શાખાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને બેંકના અધિકારીઓને રજૂઆત કરી હતી.
હવે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક એક રોકાણ એજન્ટે ગ્રાહકોની રકમ બારોબાર બેંકમાંથી ઉપાડી લઈને છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ થયા છે. લગભગ ૭ થી ૮ કરોડ રુપિયાની છેતરપિંડી આચરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ બેંકની શાખાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને બેંકના અધિકારીઓને રજૂઆત કરી હતી.
ચિત્રાસણીમાં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં ગ્રાહકોના ટોળા ઉમટ્યા હતા. ટોળાએ પોતાની રકમ બેંકમાંથી બારોબાર જ ઉપડી ગઈ હોવાનું જણાવતા જ બેંકના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે ગ્રાહકોએ બેંક અધિકારી અને એજન્ટની મીલી ભગત હોવાના આક્ષેપ કર્યા હતા. બે દિવસથી ગ્રાહકોએ બેંકના અધિકારીઓને પૈસા ઉપાડી લેવાના મામલે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.