બનાસકાંઠામાં ૪.૬ની તિવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો, રાજસ્થાનના ઝાલોર પાસે નોંધાયુ કેન્દ્ર બિંદુ

પાલનપુર, રાજ્યમાં અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠામાં ૪.૬ની તિવ્રતાનો ભુકંપનો આચંકો અનુભવાયો છે. આજે વહેલી સવારે ૪.૩૬ કલાકે આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી ૧૦૪ કિમી દૂર નોંધાયુ છે. તેમજ રાજસ્થાનના ઝાલોર પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ છે.

એ યાદ રહે કે શનિવારે રાત્રે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરનું ગુલમર્ગ જણાવવામાં આવ્યું છે.