બનાસકાંઠામાં બે બાઇક સામસામે અથડાતા થયો અકસ્માત, એકનું મોત

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે અને અન્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવની વિગત એવી છે કે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઓઢવા માલપુરિયા રોડ ગમખ્વાર પાસે અકસ્માત સર્જાયો હતો. ગુજરાતમાં આમ દરેક જિલ્લા અકસ્માતના રોડમેપ પર આવી ગયા છે. બનાસકાંઠામાં પહેલાં જ્યાં જવલ્લે જ અકસ્માત જોવા મળતા હતા ત્યાં હવે ટુ-વ્હીલરોની વધેલી સંખ્યાના લીધે અને વાહનચાલકો દ્વારા વાહન પૂરપાટ વેગે હંકારવાના લીધે અકસ્માતના બનાવ વયા છે.

ઓઢવા માલપુરિયા રોડ પર બપોરના સમયે બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસનું પણ કહેવું છે કે બાઇક ચાલકો બેફામ રીતે બાઇક ચલાવે છે. સામાન્ય સ્પીડ હોય તો અંકુશ મેળવી શકાય, પરંતુ વાહન બેઙામ સ્પીડે ચાલતુ હોવાથી સામેથી વાહન આવે ત્યારે અંકુશ મેળવી શકાતોનથી અને તેથી અકસ્માત થાય છે.

દાંતીવાડા તાલુકાના ઓઢવા માલપુરીયા પાસે બે બાઇક સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર દાંતીવાડા તાલુકાના હરિયાવાડા ગામના ૫૫ વર્ષીય દેવાભાઇ માજીરણનું બાઇકની ટક્કરે મોત નિપજ્યું હતું. જ્યારે સામેથી આવતી બાઇક પર સવાર દલપત અને જગદીશ્રમને ગંભીર ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.