રાજ્ય તથા જિલ્લામાં પોલીસના ડર વગર દારુડિયા જનજીવનને ડહોળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જીલ્લાનું તંત્ર ક્યારેક હેરાફેરી થતા દારૂના જથ્થો ઝડપી લેતા હોય છે, આવી જ રીતે બનાસકાંઠા એલ.સી.બીના સ્ટાફ એસ.બી.રાજગોર, એસ.જે.પરમાર, અશોકભાઇ, પ્રધાનજી, કિસ્મતજી, માનસુંગભાઇ, જોરસીહ વગેરે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રૈલિંગ માં હોય આ દરમ્યાન ખાનગી રીતે માહિતી મળેલ કે ટાટા કંપનીની ગાડી નં. RJ – 19 – GD -1657 મીઠા થી રાધનપુર તરફ જનાર હોઇ અને તેમાં દારૂ બિયર નો જથ્થો હોઇ તે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફે ભાભર રાધનપુર હાઇવે ઉપર વોચ ગોઠવતાં બાતમી મુજબ ની ટ્રક આવતી હોઇ તે ટ્રક રોકાવી હતી
ટ્રકમાં ભરેલ કોલસો હટાવતાં કોલસા નિચે છુપાવેલ પાસપરમીટ વગરનો ગેરકાયદેસરનો ભારતિય બનાવટનો બિયર બોટલ નંગ 1158 કિંમત રૂપિયા 1,38,840 નો મળી આવ્યો હતો જ્યારે ટ્રકની કિંમત રૂપિયા 10,00,000 અને 20 ટન કોલસાની કિંમત રૂપિયા 60,000 મળીને કુલ રૂપિયા 11,98,840નો મુદામાલ ઝડપી લઇ અજાણ્યા ગાડી ચાલક, તેમજ ગાડી માલિક સુનિલ બાબુલાલ વિશ્નોઇ રહે રાજસ્થાન ચાંપાબેરી બામરલા સેડવા બાડમેર વાળા વિરૂધ્ધ કાયદેસર પ્રોહિબીશન એક્ટ મુજબની કાર્યવાહી કરી ભાભર પોલીસ સ્ટેશને ગુનો નોઘાવ્યો છે.