પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં નકલી ઘી સહિત ખાદ્ય ચીજોમાં ભેળસેળના મામલા વારંવાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન ધાનેરા નગર પાલિકા વિસ્તારમાં પણ વેપારીઓ દ્વારા એક્સપાયરી ડેટ ધરાવતી ખાદ્ય ચીજો વેચાણ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઈ આરોગ્ય વિભાગ અને સ્થાનિક નગર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરાતા ઘી, તેલ અને પાપડ સહિતની ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટ ધરાવતી મળી આવી હતી. આવી ચીજોને જપ્ત કરીને તેના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આવો જથ્થો જપ્ત કરવામા આવ્યો છે અને વેપારી સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.