ડીસા,બનાસકાંઠાના ડીસા સોની બજારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો દોઢ લાખના સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. એક શખ્સ દુકાનમાં આવીને વેપારીને વાતોમાં વ્યસ્ત રાખી સોનાના દાગીનાની લૂંટ કરીને ભાગ્યો હતો.
બનાસકાંઠાના ડીસામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. બનાસકાંઠાના ડીસા સોની બજારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો દોઢ લાખના સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. લૂંટની વાત કરીએ તો એક શખ્સ દુકાનમાં આવીને વેપારીને વાતોમાં વ્યસ્ત રાખી સોનાના દાગીનાની લૂંટ કરીને ભાગ્યો હતો. બાદમાં થોડે દૂર જઈ તેના સાથી સાથે બાઇક પર ફરાર થઇ ગયો હતો. દુકાનમાંથી લૂંટ કરી ભાગતો શખ્સ CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. હાલ તો સમગ્ર મામલે વેપારીએ સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી છે.
આ અગાઉ ભાવનગર સહિત રાજ્યના કુલ ૫૧ મંદિરમાં ચોરી કરનારી ગેંગને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ ગેંગ દ્વારા દર્શન કરવાના બહાને વિવિધ મંદિરોને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીનાની મંદિરમાંથી ચોરી કરવામાં આવતી હતી.પોલીસે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને અતુલ ધકાણ, સંજય સોની અને ભરત થડેશ્ર્વરની ધરપકડ કરી હતી. પોલીસે ટોળકીના ૩ ચોરને ઝડપીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને ચોરીનો મુદ્દમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.