પાટણ,
રાજસ્થાનમાં વરસાદને લઈ ઉત્તર ગુજરાતની સ્થાનિક નદીઓમાં પાણી આવ્યા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વહેલી બનાસ નદી પણ બે કાંઠે વહી છે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને લઈ સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે.
રાજસ્થાનમાં વરસાદને લઈ ઉત્તર ગુજરાતની સ્થાનિક નદીઓમાં પાણી આવ્યા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વહેલી બનાસ નદી પણ બે કાંઠે વહી છે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને લઈ સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે. સ્થાનિકો પણ નદીના પાણી જોવા માટે નદી કાંઠા વિસ્તારમાં ટોળા સ્વરુપ પહોંચ્યા હતાં. ખાસ કરીને પાટણ જિલ્લામાં લોકો ખૂબ જ ટોળે વળ્યા હોય એ પ્રકારના દ્રશ્યો નદી કાંઠા વિસ્તારમાં જોવા મળ્યા છે. સ્થાનિક પોલીસ કે તંત્ર પણ સાવચેતીના પગલા બાબતે ચિંતા દાખવી ના રહ્યુ હોય એવલા દ્રશ્યો સર્જાયા હતાં
ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ બનાસ નદીમાં પાણીની આવક વધતા દાંતીવાડા ડેમના ૪ ગેટ ખોલવામાં આવ્યા છે. મધરાત્રે ૧૧ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યુ હતુ, જ્યારે સવારે સાડા પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આમ બનાસ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. દાંતીવાડા ડેમ ૮૬.૨૫ ટકા ભરાયેલો છે.