બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકામાં રાજપુર વિસ્તારમાં વીજ કરંટથી કિશોરનું મોત

ડીસા,ડીસામાં વીજ કરંટથી એક કિશોરનું મોત થવાની ઘટના સામે આવી છે. ૧૨ વર્ષીય કિશોરનું ખેતરમાં ઝટકા મશીનમાં વીજ કરંટ લાગતા કિશોરનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો છે.

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકામાં રાજપુર વિસ્તારમાં જુનાડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળીનો ૧૨ વર્ષનો દીકરો નૈતિક માળી ગઈકાલે સાંજે રમતો હતો. જોકે, તે સમયે ખેતરની ફરતે તાર અડી જતાં ફેન્સિંગ તારમાં વીજકરંટ ચાલુ કરેલો હતો. કરંટ લાગતા કિશોરનો જમણો હાથ ઝટકાથી દાઝી ગયો હતો, પરિણામે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે નૈતિકનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. કિશોરનું કમકમાટીભર્યું મોત થતાં પરિવારે વ્હાલસોયા પુત્રને ગુમાવ્યો છે.