બામરોડા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ બાકોર પોલીસે ઉકેલ્યો

  • બામરોડા ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાને ઉકેલી ચોરાયેલ રૂપિયા ચાર લાખથી વધુના સોના ચાંદીના મુદામાલને રીકવર કરતી બાકોર પોલીસ.

પંચમહાલ રેન્જ આઇજી મહીસાગર એસપી અને એએસપીએ મહીસાગર જીલ્લામાં મિલકત સંબધી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા આપેલ સુચના મુજબ પોલીસની ટીમો તપાસમાં હતી. તે દરમિયાન રાજસ્થાન રાજ્યના કુહા પોલીસ મથકે ઝડપાયેલ આરોપી નં-(1) જીવો ઉર્ફે જીવતરામ મનજીભાઈ ડીંડોર રહે.દરિયાટી તા.ચીખલી, જી.ડુંગરપુર-રાજસ્થાન (2) વિપીનભાઈ કનૈયાલાલ નાઈ રહે. દરીયાટી, તા.ચીખલી, જી. ડુંગરપુર-રાજસ્થાન આ બન્ને આરોપીઓએ વિરપુર પોલીસ મથકના ગુન્હાની કબુલાત કરેલ હોય વિરપુર પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી અટકાયત કરેલ હતી.

જે આધારે બાકોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ સી.કે.સીસોદિયા તથા સ્ટાફ ટીમ વિરપુર પોલીસ મથકે જઈ આ આરોપીઓને યુકતિ પ્રયુકતિથી પુછપરછ તેમજ મહીસાગર એલ.સી.બી. મદદ મેળવી ટેકનીકલ સર્વેલેન્સ આધારે બંન્ને આરોપીઓની પુછપરછ કરતા આરોપી પોતે તથા પોતાના સાગરીતો ભેગા મળી બામરોડા ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાની કબૂલાત કરી હતી. તેમજ ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળેલ જે પૈકી રોકડા રૂપીયા આરોપીઓએ સરખા ભાગે પાંત્રીસ-પાંત્રીસ હજાર વહેંચી લીધેલ અને સોના ચાંદીના દાગીના પોતાના ઘરે છુપાવી રાખેલાની હકિકત જણાવી હતી.

જેથી આરોપીઓનુ ટ્રાન્સફર વોરંટ મેળવી ડુંગરપુર જેલમાંથી કબજો મેળવી અટક કરી મુદામાલ સંબધે પુછપરછ કરી આરોપીઓના ઘરેથી ચોરી કરેલ મુદામાલ સોના-ચાંદીના દાગીના કિંમત રૂ 4,09,936 નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. આરોપીઓએ ગઇ તા-27/04/2024 ના રોજ ફરિયાદી જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પંડયા, જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પંડયા, સક્તભાઈ ભરતભાઈ પંડયા, રોનકભાઈ ભરતભાઈ પંડયા, દિનેશભાઈ સબુરભાઇ પંડયાના બંધ મકાનના આગળ-પાછાળના દરવાજાઓના નકુચા તેમજ તાળા તોડી મકાનની અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ આશરેરૂ. 6,20,000/- ના મત્તાની ચોરી કરી ગુન્હો કરી ભાગી છૂટ્યા હતા. જે અંગે બાકોર પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી તેવામાં બાકોર પોલીસને સફળતા હાથ લાગી છે.

હાલ (1) જીવા ઉર્ફે જીવંતરામ મનજીભાઈ ડીંડોર ઉ.વ-22 રહે.દરીયાટી પારડા ફળીયુ તા.ચીખલી જી.ડુંગરપુર (રાજસ્થાન) (2) વિપીનભાઇ કનૈયાલાલ નાઈ ઉ.વ-20 રહે.દરીયાટી પારડા ફળીયુ તા.ચીખલી જી.ડુંગરપુર (રાજસ્થાન) (3) અશોકકુમાર કાન્તીલાલ પરમાર ઉ.વ-21 રહે.રામા બાવડી ગ્રામ પંચાયત જલપકા તા.ખેરવાડા જી.ઉદેપુર (રાજસ્થાન) ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયા છે. જ્યારે હુસેન ઉર્ફે બીલ્લો યસીન ભટટી રહે. સહારા સોસાયટી મીલ્લતનગર મોડાસા તા.મોડાસા જી-અરવલ્લી મુળ રહે.કુકડી તા.મોડાસા જી.અરવલ્લી, જીતુ ઉર્ફે જીતેન્દ્ર કુમાર મોહનભાઈ પારગી રહે માલાખોડલા તા.ચીખલી જી.ડુંગરપુર (રાજસ્થાન) અને નારાયણભાઈ વેચાતભાઈ ડીંડોર રહે. માલાખોડલા તા.ચીખલી જી.ડુંગરપુર (રાજસ્થાન) પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.