૬ કલાકમાં ૩.૨૩ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી
શુક્રવારે (૧ માર્ચ) સ્થાનિક શેરબજારોમાં માર્ચ સિરીઝની શાનદાર શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થયા છે. ૩૦ શેર પર આધારિત સેન્સેક્સ ૧૨૪૫.૦૫ પોઈન્ટ અથવા ૧.૭૨ ટકાના વધારા સાથે ૭૩,૭૪૫.૩૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો પચાસ શેર પર આધારિત નિફ્ટી પણ ૩૫૫.૯૫ પોઈન્ટ અથવા ૧.૬૨ ટકાના વધારા સાથે ૨૨,૩૩૮.૭૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સ્થાનિક શેરબજારોમાં છેલ્લા ટ્રેડિંગ સેશનના અંતે એટલે કે ૨૯ ફેબ્રુઆરીએ સેન્સેક્સ ૧૯૫.૪૨ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકાના વધારા સાથે ૭૨,૫૦૦.૩૦ પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ ૩૧.૬૫ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકાના વધારા સાથે ૨૧,૯૮૨.૮૦ પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૧૨૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો અને પ્રથમ વખત ૭૩૮૦૦ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ પ્રથમ વખત ૨૨૩૦૦ને પાર કરી ગયો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, બીએસઇ સેન્સેક્સ ૧,૨૪૫.૦૫ (૧.૭૧%) પોઈન્ટના વધારા સાથે ૭૩,૭૪૫.૩૫ પર બંધ રહ્યો હતો. બીજી તરફ,એનએસઇ નિફ્ટી ૩૫૫.૯૬ (૧.૬૨%) પોઈન્ટ વધીને ૨૨,૩૩૮.૭૫ પર બંધ રહ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ ૭૩,૮૧૯.૨૧ અને નિફ્ટી ૨૨,૩૫૩.૩૦ પર તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં દેશની મજબૂત જીડીપી અને સકારાત્મક યુએસ ફુગાવાના ડેટા બાદ શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩.૨૩ લાખ કરોડ વધીને રૂ. ૩૯૧.૧૮ લાખ કરોડ થયું હતું. સેક્ટર મુજબ, નિફ્ટી ઓટોના શેરમાં ૧.૨%નો વધારો થયો છે કારણ કે કંપનીઓ ફેબ્રુઆરી મહિના માટે વેચાણના આંકડા જાહેર કરવાની છે. નિફ્ટી મેટલ, પીએસયુ બેંક અને ઓઈલ એન્ડ ગેસમાં પણ ૧%નો વધારો નોંધાયો છે. બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ ૦.૫૬% અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ૦.૭૪% વધ્યા છે.
દરમિયાન ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે . બંને કિમતી ધાતુઓના ભાવમાં વધારો થયો છે. સોનું મોંઘું થઈ ગયું છે અને તે ૬૨,૫૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્થિર ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ચાંદી ૭૯,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વિવિધ શહેરોમાં તેમની કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે. વિદેશી મુદ્રા વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે ૮૨.૮૯ રૂપિયા પર પહોંચી ગયો હતો.ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એલએન્ડટી, ટાઇટન અને મારુતિ સુઝુકી ઈન્ડિયા સેન્સેક્સમાં ટોપ ગેઇનર્સ હતા, જ્યારે ઈન્ફોસિસ, એચસીએલ ટેક, સન ફાર્મા, ટેક મહિન્દ્રા અને નેસ્લે ટોપ લુઝર હતા. એ જ રીતે, નિફ્ટી પર, ટાટા સ્ટીલ, એલએન્ડટી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાઇટન અને ઇન્ડસઇન્ડ બેંક ટોચના ગેનર હતા, જ્યારે ડૉ. રેડ્ડીઝ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, સન ફાર્મા અને બ્રિટાનિયા ટોપ લુઝર હતા.
મેટલ્સ ૩.૬૨%, બેંક ૨.૫૩% અને ઑઇલ એન્ડ ગેસ ૨.૨૫% વધીને બંધ થયા. તદુપરાંત, ઓટો સેક્ટર ૨.૨૫% વધ્યું હતું, જ્યારે ફાઈનાન્સિયલ સર્વિસ ૨.૧૩% વધીને બંધ થયું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને એફએમસીજી પણ તેજી સાથે દિવસ બંધ રહ્યો હતો. શુક્રવારે તેલના ભાવમાં વધારો થયો હતો. બ્રેન્ટ ૦.૪% વધીને ઇં૮૨.૨૧ પ્રતિ બેરલ થયો. યુએસ ક્રૂડ ૦.૩% વધીને ૭૮.૪૭ પ્રતિ બેરલ થઈ ગયું છે. લોક્સભા ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા જ શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો છે. જીડીપીના આંકડા આવ્યાના બીજા દિવસે ટ્રેડિંગ દરમિયાન બીએસઈ સેન્સેક્સમાં ૧૨૦૦ પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. છેવટે, તે ૪ કારણો કયા છે જેના કારણે શેરબજારમાં આ ઉછાળો જોવા મળ્યો છે?
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર અપેક્ષા કરતા સારો રહ્યો છે. છેલ્લા ૬ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિનો આ સૌથી વધુ દર છે. દેશમાં કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ લગભગ બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. ભારતીય શેરબજારમાં ઉછાળાનું બીજું કારણ વૈશ્વિક સંકેતોમાં સુધારો છે. અમેરિકાનું વોલ સ્ટ્રીટ શેરબજાર ગુરુવારે રાત્રે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. એસએન્ડપી ૫૦૦ અને નિફટી બંનેએ રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો છે.આ સિવાય ચીનના શાંઘાઈ માર્કેટમાં પણ ૩૦૦ પોઈન્ટનો વધારો થયો છે જ્યારે હોંગકોંગનો હેંગ શેંગ ઈન્ડેક્સ પણ વધ્યો છે.અમેરિકામાં મોંઘવારી દરના આંકડા જાહેર થયા બાદ તેના નિયંત્રણમાં આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. આના કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા જૂનની બેઠકમાં નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કરવાની અપેક્ષા વધી છે.તેના કારણે બજારમાં રોકડનો પ્રવાહ વધવાની ધારણા છે.
ભારતમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ભારે ખરીદી ચાલુ છે. શેરબજારને તેનો સતત ફાયદો થઈ રહ્યો છે. માત્ર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એફઆઇઆઇએ રૂ. ૩૫૬૮ કરોડના શેર ખરીદ્યા હતા જ્યારે વેચાણ માત્ર રૂ. ૨૩૦ કરોડ હતું. બજાર પોઝિટિવ ઝોનમાં હોવાનો આ મોટો સંકેત છે.