મોસ્કો,યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગઈકાલે એક કશ્મકશની સ્થિતિ સર્જાઈ હતી. બાલ્ટીક સમુદ્ર પર ઉડી રહેલા રશિયન હવાઈદળના વિમાનોને અચાનક જ જર્મન અને બ્રિટીશ હવાઈદળના વિમાનોએ ઘેરી લીધુ હતું.
રશિયાના બે સુખોઈ ફાઈટર વિમાન તથા એક ટ્રાન્સપોર્ટ વિમાન બાલ્ટીક સમુદ્ર પર પસાર થઈ રહ્યા હતા તે સમયે નાટોના રડાર પર તે ઝડપાયા હતા અને તેમને આઈડેન્ટીફીકેશન સીગ્નલ આપવા માટે તથા ટ્રાન્સપોન્ડર સીગ્નલ ન મળતા તુર્ત જ જર્મન અને બ્રિટન હવાઈદળના પેટ્રોલીંગ વિમાનો તેમની પાછળ લાગ્યા હતા. નાટોએ એ વિરોધ નોંધાવ્યો કે રશિયન હવાઈદળના વિમાનો તેના સાથીઓના એર સ્પેસ પર ઉડી રહ્યા હતા.
લેટીવીયા, ઈસ્ટોરીયા અને લીથુનીયાના દેશો પાસે હવાઈદળ ન હોવાથી નાટોને તેની સુરક્ષા સોંપવામાં આવી છે. જો કે બાદમાં તુર્તજ રશિયન એરક્રાફટ કે જે નાટોના એરસ્પેસ પર ભુલથી ઘુસ્યા હોવાનું જણાવતા જ અને પુન: બાલ્ટીક સમુદ્ર પરના આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં ચાલ્યા જતા તેનો પીછો છોડવામાં આવ્યો હતો.