બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપી દેવી જોઇએ : મધ્યપ્રદેશ ના મંત્રી

ભોપાલ,

મધ્યપ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે.તેમણે કહ્યું કે લોકોને આવા અપરાધ કરતા અટકાવવા માટે બળાત્કારીઓના અંતિમ સંસ્કારની પણ મંજુરી આપવી જોઇએ નહીં. ઠાકુરે ઇન્દોર જીલ્લાના મહૂ તાલુકાના કોદરિયા ગામમાં એક જાહેરસભાને સંબોધિત કરતા આ ટીપ્પણી કરી હતી. સોશલ મીડિયા પર મહૂથી ભાજપના ધારાસભ્ય ઠાકુરની આ ટીપ્પણીની એક વીડિયો સામે આવી છે.

વીડિયોમાં ઠાકુર એમ કહેતા નજરે પડી રહ્યાં છે કે હું ઇચ્છુ છું કે પુત્રીઓ પર બળાત્કાર કરનારા લોકોને જાહેરમાં ફાંસી આપી દેવી જોઇએ અને આવા લોકોના અંતિમ સંસ્કારની પણ મંજુરી આપવી જોઇએ નહીં. ઠાકુરે વધુમાં કહ્યું હતું કે આવા વ્યક્તિના શરીરને પક્ષીઓ અને કુતરાઓ સોંપી દેવા દોઇએ જયારે બધા આ દ્શ્યને જોશે તો કોઇ પુત્રીઓને સ્પર્શ કરવાની હિંમત કરશે નહીં ભાજપ નેતાની ટીપ્પણીને લઇ જયારે તેમને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આવી વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જોઇએ આ વાત સમાજની ભલાઇ માટે છે.

ભાજપ મંત્રી ઉષા ઠાકુરે કહ્યું કે બળાત્કારીઓ જાહેરમાં અપરાધ કરી છે પરંતુ તેમને જેલમાં સજા આપવામાં આવે છે જથી તેમાં કોઇ ડર રહેતો નથી તેમણે લોકોને બળાત્કારીઓ માટે મોતની સજાની માંગને લઇ હસ્તાક્ષર અભિયાન ચલાવવાની અપીલ કરી હતી ઠાકુરે કહ્યું કે દરેક પરિવારની મહિલાઓને આ અભિયાનમાં સામેલ થવું જોઇએ