બાલાસિનોર ડમ્પિંગ સાઈડ પર તંત્રની તપાસ બાદ પણ ખનીજ ચોરી

બાલાસીનોર, બાલાસિનોર તાલુકાનો સળગતો પ્રશ્ર્ન વેસ્ટ કેમિકલ ડમ્પીંગ સાઈટ માટી ખનન માટે બોડોલી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરતા મામલતદાર ટીમ પહોંચતા પહેલા ખાણ ખનીજ ટીમ પહોંચીને એક જેસીબી અને ટ્રકને સીલ કરી દેવામાં આવ્યું હતું. વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી પરંતુ બે દિવસ બાદ તે જ જગ્યાએ બે રોકટોક માટી ખનન કરવામાં આવતા અનેક પ્રશ્નો ઉભો થઈ રહ્યા છે. બાલાસિનોર બોડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જમિયતપુરા ખાતે મેસસે મોયો વેસ્ટ વેસ્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ડમ્પીંગ સાઈડ અનેક વખત ભારે વિવાદમાં આવી છે.

જે ફરી એક વખત માટીના ખનનને લઈ વાત કર્યો છે. જે અંગે અરજી કરતાં મામલતદાર દ્વારા તપાસ સર્કલ ઓફિસરની સોંપવામાં આવ્યો છે, પરંતુ ખાણ ખનીજ ટીમ દ્વારા મામલતદાર કચેરીના કર્મચારી પહોંચે તે પહેલા ખાણ ખનીજ ટીમ ત્રાટકી હતી. જેમાં માટી ખોદકામ કરતાં જેસીબી અને ડમ્પીંગ સાઈડ માટી ખોદકામ કરતાં જેસીબી અને ડમ્પીંગ સાઈડ માટી લઈ જતો ટ્રક ખનીજ સીઝ કરી જતો ટ્રક ડમ્પીંગ સાઈડમાં મૂકવામાં આવ્યા હતા અને રોજ કામ કરી કેસ કરવાની તજવીજ હાથ ધરી હતી. કેસ કરતા પહેલા ફરીવાર એક હિટાચી સાથે પાંચ ટ્રકો દ્વારા માટી ડમ્પિંગ સાઈડમાં જતા ટ્રકો સામે આવ્યા હતા અને અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. આ અંગે અધિકારી દેવાંશીબેન પટેલ અને અન્ય કર્મચારીને ફોન કરતો ફોન નહોતો રીસીવ કર્યો.