બાલાસિનોર વિકાસપથ પર પશુઓનો અડિંગો : અકસ્માતમાં સર્જાય તો નવાઈ નહી

બાલાસિનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં ઠેર ઠેર વિકાસ પથ પર પશુઓના અડીંગો રહેતા મુસાફરો અને રાહદારીઓ ભારે પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે સમગ્ર બાબતે નગર પાલીકાના સત્તાધિશો અનેક વાર નગરજનો દ્વારા જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે અમદાવાદી ઢાળ પરથી અમદાવાદ તરફ જવાના માર્ગપર પણ પશુઓના અડીંગો હોવાના કારણે પશુઓ પણ હાલ સલામત નથી. તેવા સંજોગોમાં તંત્ર સજાગ થાય તે જરૂરી છે.