બાલાસિનોર, બાલાસિનોર તાલુકા શિક્ષક ધિરાણ મંડળી અને ગ્રાહક મંડળીની સાધારણ સભા મહીસાગર જીલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અવનીબા મોરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં નિવૃત્ત થતાં 19 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકા શિક્ષક ધિરાણ મંડળી અને ગ્રાહક મંડળીની સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં મંડળીમાં હાલ 573 સભાસદોના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં મંડળી દ્વારા પ્રતિ સભાસદ 10.50 લાખનો ધિરાણ કરવામાં આવે છે સાથે બાલાસિનોર તાલુકાના શિક્ષકોના સંતાનને ધોરણ 12માં ઉતીર્ણ થતાં જ રોકડ રકમથી સન્માનિત કરવામાં આવશે સાથે સભાના અધ્યક્ષ ડો. અવનિબા મોરી દ્વારા શિક્ષકો વધુમાં વધુ પોતે અને તેઓના પરિવારને મતદાન કરાવે તે માટે અપીલ કરી હતી. જ્યારે આ સભામાં મુખ્ય મહેમાન તરીકે જે.એ. પાંડોર અને શિક્ષક મંડળીના ચેરમેન નિમેશભાઈ સેવક, વા.ચેરમેન નરવતસિંહ મંત્રી ખુમાનસિંહ રાણા,શિક્ષક સંઘના પ્રમુખ નટવરસિંહ, મહામંત્રી પ્રકાસભાઈ પટેલ સહિત ભારે સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.