બાલાસિનોર ખાતે સ્થળ પર જ લોકોના પ્રશ્ર્નો હલ કરવા યોજાયો સ્વાગત કાર્યક્રમ

મહીસાગર,ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકભિમુખ વહીવટના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. SWAGAT20 અંતર્ગત જિલ્લા પ્રાયોજના વહીવટદારના અધ્યક્ષ સ્થાને બાલાસિનોર પ્રાંત કચેરીમિટિંગ હોલ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

અરજદારોના પ્રશ્ર્નોનું સ્થળ પર જ નિરાકરણ એ રાજ્ય સરકારનો ઉમદા અભિગમ છે. બાલાસિનોર તાલુકાના અરજદારોના પ્રશ્ર્નોને લઈ જિલ્લા પ્રાયોજન વહીવટદાર એ અરજદારોની અરજીઓ સંદર્ભે સ્થળ પર જ પ્રશ્ર્નોના નિરાકરણને લઈ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય તે ઉપરાંત વહીવટી વ્યવસ્થામાં પણ હકારાત્મક પરિવર્તન આવે તેવા અભિગમ સાથે અરજદારના પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા સ્વાગત કાર્યક્રમે મહત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. સ્વાગત કાર્યક્રમ થકી સુશાસન વ્યવસ્થા વધુમાં વધુ સુદ્રઢ બની છે, ઉપરાંત વહીવટી વ્યવસ્થા પણ લોકાભિમુખ બની છે. આ કાર્યક્રમ માં પ્રાંત અધિકારી બાલાસિનોર, તાલુકા અધિકારીઓ સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.