
બાલાસીનોર,બાલાસીનોર પોલીસ મથકના જીવલેણ હુમલાના ગુનામાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે રાજસ્થાન ડુંગરપુર ખેરવાડા ખાતેથી ઝડપી પાડયા.
પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર પોલીસ મથકના જીવલેણ હુમલાના ગુનાના આરોપીઓ વિક્મ સોમાભાઇ માલીવાડ (રહે. મોટા ભાગલીયા-કડાણા), મનીષ જગદીશભાઇ મહેરા (રહે. કથરજીના મુવાડા, વડદલા, બાલાસીનોર) નાસતા ફરતા વોન્ટેડ આરોપી હોય આરોપીઓ અંગે મહિસાગર એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે રાજસ્થાનના ડુંગરપુર જીલ્લા ખેરવાડા ખાતેથી ઝડપી પાડી બાલાસીનોર પોલીસને સોંપવામાં આવ્યા.