બાલાસિનોરમાં ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ

  • આરટીઓના નિયમો નેવે મૂકી બે રોકટોક ઘેટાંની જેમ ભરતાં રિક્ષા ચાલકો.

બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ઘેટાં બકરાંની જેમ એક જ રીક્ષાની અંદર આરટીઓ પાર્સિંગ કરતા વધારે વિદ્યાર્થીઓને જીવના જોખમે બેસાડી મુસાફરી કરાવી રહ્યા છે. ત્યારે આરટીઓ વિભાગ મુકપ્રેક્ષકની જેમ જોઈ લેતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી વિવિધ ખાનગી શાળાઓમાં સવારના શાળા સમય દરમિયાન અને સાંજના શાળા છૂટ્યા સમય દરમિયાન જાહેર રસ્તા ઉપર રીક્ષા ચાલકો અને અન્ય ખાનગી વાહનો દ્વારા આરટીઓ દ્વારા પાર્સિંગ કરેલા પેસેન્જર મુજબ વિદ્યાર્થીઓને ના બેસાડી ગીચોગીચ વિદ્યાર્થીઓને બેસાડી તેમજ અન્ય વાહનો દ્વારા વાહન ચાલકો સીએનજી ગેસના બોટલ પર પણ વિદ્યાર્થીને બેસાડીને મુસાફરી કરાવી રહ્યા છે. ત્યારે આરટીઓ કચેરીના નિયમો સામાન્ય બાબતે સામાન્ય નાગરિકને બતાવીને ભારે દંડ વસુંલી લે છે.

ત્યારે આ વિદ્યાર્થીઓ જીવના જોખાને મુસાફર કોની રહેમ નજર હેઠળ કરવામાં આવી રહ્યું છે, તેવા પણ અનેક સવાલ ઉઠો પામ્યા છે. જ્યારે બાલાસિનોર તાલુકા માંથી આવતા વિદ્યાર્થીઓમાં પણ તાલુકાકક્ષાએ અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે. ત્યારે આવા ખાનગી વાહનોના માલિકો દ્વારા બાળકોને ગીચોગીચ ભરી લઈ જવામાં આવે છે. ત્યારે આ આરટીઓ વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે કે શું તેવા સવાલો સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.