બાલાસિનોર-વિરપુર પોલીસ સ્ટેશનની શી ટીમ મહિલા સ્ટાફ દ્વારા સિનિયર સિટીઝનોને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી

બાલાસિનોર, બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન તેમજ બાલાસિનોર રૂલર પોલિસ સ્ટશન ખાતે શુભ સંકલ્પ સાથે રક્ષાબંધના પાવન તહેવાર પર પોલીસ કર્મચારી બહેનો દ્વારા સિનિયર સિટીઝન ઘરે પહોંચી રક્ષાની પવિત્ર ગાંઠ બાંધવામાં આવી હતી.રક્ષાબંધનના પર્વ નિમિત્તે શી ટીમ, મહિલા પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરવામાં આવી.બાલાસિનોર- વિરપુર પોલીસ સ્ટેશનો ખાતે ફરજ બજાવનાર, મહિલા પોલીસ દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી નિમિત્તે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર સિટીઝનોને રાખડી બાંધી તહેવારની ઉજવણીનો કાર્યક્રમ યોજયો હતો. બાલાસિનોર ટાઉન પી.આઇ. અંજુમન એન. નિનામા તેમજ રૂલર પી.આઈ. મુકેશભાઈ ભગોર અને વિરપુર પોલીસ પી.એસ.આઈ. અલ્પેશભાઈ બારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની બહેનો દ્વારા સિનિયર સિટીઝન ના ઘરે પહોંચી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.રક્ષાબંધનનાં તેહવાર નિમિતે વૃદ્ધ વડીલો રાખડી બાંધી.