બાલાસિનોર વીજ કચેરીના ફરિયાદ વિભાગના કર્મચારીને સસ્પેન્ડ કરાયો

બાલાસિનોર, બાલાસિનોર મઘ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ વિઘુત નિવારણ કેન્દ્ર ખોલવામાં આવ્યુ છે. જેમાં બોડેલી ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ દ્વારા જાલુંબારીયાના મુવાડા ખાતે વીજ વાયર ઝાડને અડતા ગંભીર પ્રકારના પ્રશ્ર્નો ઉભા થશે તેવી વાત કરતા ફરજ પર હાજર વીજકર્મી એમ.એન.ઝાલા દ્વારા ફોન પર કહેવામાં આવ્યુ હતુ કે, હું અત્યારે દારૂ પીવા બેઠો છુ મારી ઓફિસે અરજી આપી જજો તેમજ વધુમાં વીજકર્મી દ્વારા અપશબ્દોનો પ્રયોગ કરી ગંદી ગાળો આપતા સમગ્ર ઓડિયો વાયરલ થયો હતો. જે બાબતે ગ્રામ્ય વિસ્તારના મુખ્ય ઈજનેર દ્વારા તાત્કાલિક અસરથી તેઓને બદલી કરીને ફરિયાદ નિવારણ કેન્દ્રમાંથી ફિલ્ડમાં મુકાતા નડિયાદ સ્થિત ઉચ્ચ કચેરીથી વીજકર્મી એમ.એન.ઝાલાને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવતા વિભાગમાં ફફડાટ ફેલાયો છે.