
બાલાસિનોર નગર અને તાલુકામાં આવતા ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તા ગણેશજીના ઘેર ઘેર અને અનેક પડાલોમાં ગણેશજીનું મૂર્તિની દસ દિવસ માટે પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જે હેતુ બાલાસિનોર જીઆઇડીસી વિસ્તારમાં ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે 300થી વધુ ગણેશજીની મૂર્તિઓના એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે બાલાસિનોર નગરમાં 40 વધારે પડાલોમાં મોટા ગણેશજી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાશે.