બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યનો ભાજપ સરકાર ઉપર આક્ષેપ

બાલાસીનોર,

ગુજરાત સરકારની તળાવો ભરવાની વાતો એક લોલીપોપ જેવી સાબિત થઈ રહી છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છતાં 14 વિધાનસભામાં અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી હતી કે, 2 કિમીને બદલે હવે 3 કીમી સુધી લંબાઈવાળા તળાવો ભરવામાં આવશે, પણ આજ દિન સુધીમાં પરિપત્ર જ કર્યો નથી અને વાતો કરવામાં આવે છે કે તળાવ ભરવામાં આવશે. 2021ના પહેલા સત્રમાં 121 વિધાનસભાના MLA તરીકે વિધાનસભામાં રજુઆત કરેલીને જેમાં 10 જેટલા તળાવો ભરવાની રજુઆત કરેલી પણ સરકારે કોઈ પ્રગતિ આજ દિન સુધીમાં કરી નથી. કદાચ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મારી વાતના સ્વીકારી હાલ તો તાલુકા પ્રમુખ થી લઈ વડાપ્રધાન સુધી ભાજપની સરકાર છે, તો શું તકલીફ છે, તળાવો ભરવામાં પ્રજાના હિતમાં તાત્કાલિક તળાવો ભરવા તેમજ પીવાના પાણીની જોગવાઈ કરવીએ સરકારની ફરજ છે.