બાલાસીનોર વી.ડી. માયાવંશી હાઈસ્કુલ તથા જેઠોલી ખાતે કાનૂની જાગૃતતા સેમિનાર યોજયો

બાલાસીનોર, તા.26/07/23 નારોજ બાલાસિનોર તાલુકાના વી.ડી.માયાવંશી ઉચ્ચતર હાઈસ્કુલ પાંડવા તથા એલ.કે.આર. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ જેઠોલી ખાતે બાળ કાયદાઓ બાબતે કાનૂની જાગૃતતા સેમિનાર કાર્યક્રમ યોજાયો.

જેમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ મહીસાગરના લીગલ કમ પ્રોબેશન ઓફિસર સતીસભાઈ પરમાર દ્વારા બાળકોને સરળ ભાષામાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ની કાયદાકીય જોગવાઈ ઓથી માહિતગાર કરવામાં આવ્યા અને ઈંઊઈ પત્રિકા વિતરણ કરવામાં આવી.

વિશેષ ઉપસ્થિતિમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ મહીસાગરના સભ્યો દિનેશભાઇ પટેલ અને રીન્કુબેન શાહ હાજર રહી બાળકોને માર્ગદર્શન પૂરૂં પાડ્યું.

પ્રોટેકશન ઓફિસર હિતેષભાઇ પારગી દ્વારા બાળકોની યોજનાકીય માહિતી આપવામાં આવી.આ સમગ્ર કાર્યક્રમ પાંડવા વી.ડી. માયાવંશી વિધાલયના આચાર્ય જીતેન્દ્રભાઈ અમીન, મ.શિ.નવીનભાઈ પટેલઅને જેઠોલી એલ.કે.આર.પટેલ સા. હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું.